Get The App

ગુજરાત સહિત દેશભરમાં આજે ઓલ ઈન્ડિયા બાર એકઝામ, રાજયભરમાંથી 12 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે

વકીલાતની પ્રેકટીસ માટે બીસીઆઇ દ્વારા લેવાતી આ પરીક્ષા પાસ કરવી વકીલ ઉમેદવારો માટે ફરજિયાત

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
ગુજરાત સહિત દેશભરમાં આજે ઓલ ઈન્ડિયા બાર એકઝામ, રાજયભરમાંથી 12 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે 1 - image


અમદાવાદ, રવિવાર

વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઈન્ડિયા બાર એકઝામ આજે ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે. વકીલાતની પ્રેકટીસ માટે આ એક્ઝામ પાસ કરવી ફરજિયાત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવશે. જેમાં આશરે 12 હજાર જેટલા વકીલ ઉમેદવારો પરીક્ષામાં બેસશે.

પરીક્ષા સબંધી કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થા કરવામાં આવી

ગુજરાતની સાથે સાથે આજે સમગ્ર દેશમાં વકીલ ઉમદવારો બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાનારી આ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામની પરીક્ષામાં બેસનાર છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા પરીક્ષા સબંધી કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્ષ 2010 પછી જેણે પણ એલએલબી પાસ કર્યું હોય તેણે વકીલાતની પ્રેકટીસ કરવી હોય તો તેવા વકીલ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. 

 દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે 

બે  વર્ષમાં બીસીઆઈની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ (પ્રોવીઝનલ સનદ) આપવામાં આવે છે. દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને નવ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે 40 માર્ક્સ લેવવાના હોય છે. ભારતીય ફોજદારી ધારો, ક્રિમીનલ પ્રોસીજર કોડ, સિવિલ પ્રોસીજર કોડ, હિન્દુ લો, મુસ્લિમ લો, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, નેગોશીએબુલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લો સહિતના ૨૦ જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછતા હોય છે. આવતીકાલની પરીક્ષામાં ગુજરાતભરમાંથી ૧૨ હજાર જેટલા વકીલ ઉમેદવારા બેસવાના છે. આ પરીક્ષાનું પરિણામ લગભગ ૪૦થી ૫૦ દિવસમાં આવી જતું હોય છે.

રાજકોટમાં ચાર હજાર ઉમેદવારોની પરીક્ષા રદ થઇ હતી

રાજકોટ કેન્દ્રમાં ગત ફેબ્રુઆરી-૨૦૨૩માં લેવાયેલી પરીક્ષા દરમ્યાન ગેરરીતિ સામે આવતાં ભારે હોબાળો મચ્યો હતો. જેને પગલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને રાજકોટ કેન્દ્રની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જેના કારણે રાજકોટ કેન્દ્રના આ ચાર હજાર ઉમેદવારોને આવતીકાલે ફરીથી પરીક્ષા આપવી પડશે.

ઉમેદવારો બેર એકટની પુસ્તિકા લઈ જઈ શકશે

વિકીલ ઉમેદવારો ઓલ ઈન્ડિયા બાર એકઝામમાં બેર એકટની પુસ્તિકા લઈ જઈ શકે છે. બીસીઆઈ દ્વારા બેર એકટમાંથી જોઈને પરીક્ષાના જવાબો લખી શકવાની છૂટ આપવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં આજે ઓલ ઈન્ડિયા બાર એકઝામ, રાજયભરમાંથી 12 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે 2 - image


Google NewsGoogle News