Get The App

જનસેવા હોસ્પિટલના સંચાલકો હાજર થયા પણ અસલ પુરાવા લાવ્યા જ નહી

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News


જનસેવા હોસ્પિટલના સંચાલકો હાજર થયા પણ અસલ પુરાવા લાવ્યા જ નહી 1 - image


- પાંડેસરાની માન્યતા વગરની મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું પ્રકરણ

- આરોગ્ય વિભાગની નોટિસ બાદ મજાક ઉડાવતા હોય તેમ ત્રણેય સંચાલકો ઝેરોક્ષ નકલ લઇ પહોંચી ગયા : અસલ પુરાવા માટે અલ્ટીમેટમ

    સુરત

સુરતના પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોને ફટકારેલી નોટીસના પગલે આજે હાજર તો થયા હતા. પરંતુ હોસ્પિટલને લગતા ઓરીજનલ ડોકયુમેન્ટ સાથે લાવવાના બદલે ઝેરોક્ષની ફાઇલો સાથે હાજર થયા હતા. સાથે જ ત્રણેય સંચાલકો પોતાના કોઇ પુરાવા રજુ ના કરી શકતા આખરે જિલ્લા આરોગ્ય અધિકારીએ સમ્રગ પ્રકરણના ઓરીજનલ પુરાવા સાથે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ હતુ.

સુરતના પાંડેસરા ખાતે આવેલી જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના સંચાલકોએ ધી કલીનીકલ એસ્ટાબલીસ એકટ હેઠળ હોસ્પિટલની નોંધણી સરકારના પોર્ટલ પર કરાવી નહીં હોવાથી ગત શુક્રવારે મોડી રાત્રે જિલ્લા આરોગ્ય અધિકારી અનેે તેમની ટીમે હોસ્પિટલને સીલ મારી દીધી હતી. આ સીલ મારવાની સાથે જ હોસ્પિટલના ત્રણ સંચાલકો બબલુ રામાઆશ્રમ શુકલ, ગંગાપ્રસાદ વૈકુઠપ્રસાદ મિશ્રા અને રાજારામ કેશવપ્રસાદ દુબેને ધી કલીનીકીકલ એસ્ટાબલીસ એકટ હેઠળ હોસ્પિટલની નોંધણી નહીં કરાવી હોવાથી જરૃરી આધાર પુરાવા સાથે ૨૮ નવેમ્બરે હાજર થવા નોટીસ ફટકારી હતી. આ નોટીસની સાથે જ આજે જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રેશન ઓથોરીટી એવા ડૉ. અનિલ પટેલ સમક્ષ હાજર થયા હતા.

આ ત્રણેય હોસ્પિટલના પુરાવા સાથે હાજર તો થયા હતા. પરંતુ ત્રણેય પાસે હોસ્પિટલને લઇને એક પણ ઓરીજનલ પુરાવા ના હતા. બધી જ ઝેરોક્ષની ફાઇલો લઇને આવ્યા હતા. સાથે જ આ ત્રણેય હોસ્પિટલોના સંચાલકો છે તેના પણ કોઇ પુરાવા રજુ કરી શકયા ના હતા. આમ ફકત ઝેરોક્ષ કાગળીયા લઇને હાજર થયા હોવાથી જિલ્લા અધિકારીએ ઝેરોક્ષ નહીં પરંતુ હોસ્પિટલને લગતા તમામ પુરાવાઓ લઇને અને સંચાલકોને પોતાના પણ ઓરીજનલ પુરાવા સાથે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ છે. આમ જનસેવા હોસ્પિટલના ચાલી રહેલા વિવાદમાં આજે ઝેરોક્ષ સાથે હાજર થતા પાછા ફરવુ પડયુ હતુ. અને ઝેરોક્ષ સાથે જ હાજર થવા વધુ એક વિવાદ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 


Google NewsGoogle News