Get The App

મહિલાના ગળામાંથી અછોડો તોડીને ભાગતો આરોપી ઝડપાયો

ભાગતા સમયે બાઇક સ્લિપ થઇ જતા લોકોએ દોડીને આરોપીને પકડી લીધો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
મહિલાના ગળામાંથી અછોડો તોડીને ભાગતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ પર સોસાયટીમાં ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગતા સમયે બાઇક સ્લિપ થઇ જતા આરોપી ટોળાના હાથે ઝડપાઇ ગયો હતો. પાણીગેટ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્સ  પાસે અંબાલાલ પાર્કમાં રહેતા પ્રતિક્ષાબેન સંજયભાઇ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે આઠ વાગ્યે હું જમી પરવારીને સોસાયટીમાં ચાલવા નીકળી હતી. તે દરમિયાન મારી બહેનપણીનો કોલ આવતા હું તેની સાથે ફોન પર વાતચીત કરતી હતી. અમારી સોસાયટીના મકાન નંબર - ૨ થી હું પરત ઘરે આવતી હતી. તે દરમિયાન અચાનક એક બાઇક ચાલક ધસી આવ્યો હતો. તે  મારા ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગવા લાગ્યો હતો. જેથી,  હું તેની  પાછળ દોડી હતી અને જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. આરોપી દોડીને નજીકમાં પાર્ક કરેલી તેની બાઇક પર બેસીને ભાગવા  જતો હતો. તેનાથી બાઇકનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પડી ગયો હતો. તે દરમિયાન અમારી સોસાયટીના  લોકો ભેગા થઇ ગયા હતા. તેમણે આરોપીને પકડી લીધો હતો. આરોપીનું નામ પૂછતા તેણે  પોતાનું નામ જશપાલસિંગ ગુુરૃમુખસિંગ સિકલીગર ( રહે. એકતા નગર, આજવા રોડ) હોવાનું જણાવ્યું હતું. અમે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. આરોપી અને બાઇક લઇને પોલીસ જવાનો પોલીસ સ્ટેશન જતા રહ્યા હતા.પાણીગેટ પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ  હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકલે તેવી શક્યતા છે. પોલીસે તેની પાસેથી અછોડો કબજે લીધો છે.


Google NewsGoogle News