સુભાન પુરાની માતૃછાયા કોલોનીમાં દારૂ વેચતો આરોપી પકડાયો

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
સુભાન પુરાની માતૃછાયા કોલોનીમાં દારૂ વેચતો આરોપી પકડાયો 1 - image


Image Source: Freepik

સુભાનપુરા ની માતૃછાયા કોલોનીમાં દારૂ વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે દારૂ આપનારને વોન્ટેડ જાહેર કર્યો  છે.

ગોરવા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે માતૃછાયા કોલોની માં રહેતો જીતુ ઉર્ફે ભયલું છત્રસિંહ મોરી પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા જીતુભાઈ ભયલુ છત્રસિંહ મોરી પરમાર રહેવાસી માતૃછાયા કોલોની સુભાનપુરા મળી આવ્યો હતો તેના ઘરમાં તપાસ કરતા રસોડાના રૂમમાંથી કાગળના પુઠા ના બોક્સ માં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે 12 બોટલ કિંમત રૂપિયા 18000 ની કબજે કરી વધુ તપાસ હાથ ધરતા જેણે જણાવ્યું હતું કે રમેશ કહાર નામનો વ્યક્તિ દારૂ આપી ગયો હતો. જેથી પોલીસે જીતુ ની ધરપકડ  કરી રમેશ કહારને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News