બિલ ગામ મેન રોડ પર વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
બિલ ગામ મેન રોડ પર વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો 1 - image


                                                              Image Source: Freepik

વડોદરા, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

બીલ ગામ મેઈન રોડ સંસ્કૃતિ પ્રાઈમ ફ્લાઈટમાં થી પોલીસે વિદેશી દારૂની 110 બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કર્યું છે.

માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે સંસ્કૃતિ પ્રાણી આઝાદ સુપર માર્કેટની બાજુમાં રહેતો મૌલિક શાહ વિદેશી દારૂનો ધંધો કરે છે જેના આધારે પીઆઇ ની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રીડ કરતા મૌલિક શાહ મળી આવ્યો હતો તેના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 49 બોટલ કિંમત 92 હજાર સો મળી આવી હતી. આરોપીને પૂછતા તેને જણાવ્યું હતું કે કેવલ અર્જુનભાઈ બામણીયા જે મારા ફ્લેટની નીચે રહે છે તે ફ્લેટમાં વિદેશી દારૂનો બોટલો રાખે છે અને મને જરૂર પડે ત્યારે આપે છે પોલીસે તે ફ્લેટમાં તપાસ કરતા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો મળી આવી હતી પરંતુ કેવલ બામણીયા મળી આવ્યો ન હતો જેથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે બંને મકાનમાંથી કુલ બોટલ નંગ 110 કિંમત રૂપિયા 2.12 લાખની કબજે કરી છે.


Google NewsGoogle News