રાજસ્થાનનાં બજેટમાં જ થાઇલેન્ડ, બાલી, વિયેતનામ બન્યા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વેડિંગ
Hot Favorite Destination Wedding : આપણે ત્યાં લોકલ વેડિંગ સાથે ડેસ્ટિનેશન વેડિંગનો પણ એટલો જ ટ્રેન્ડ છે. રાજકોટથી લોકો રાજસ્થાન, ગોવા, કોચી ઉપરાંત દુબઇ, વિયેતનામ, ઇજિપ્ત, થાઇલેન્ડ પણ વેડિંગ કરવા જતા હોય છે. ટ્રાન્સપોર્ટેશનને બાદ કરતાં ડોમેસ્ટિક પ્રાઇસમાં ઇન્ટરનેશનલ વેડિંગ થતા હોય છે. જી હા, રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પાછળ થતા ખર્ચના બજેટમાં બાલી, થાઇલેન્ડ અને વિયેતનામમાં વેડિંગ ડેસ્ટિનેશન મળી રહે છે.
મેરેજ પહેલા આઉટડોરમાં થતી અવનવી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં કેન્ડીડ મોમેન્ટ પ્રથમ પસંદ બની રહી છે. કેમ કે, તેમાં વ્યક્તિ, તેના હાવભાવ અને લોકેશન સહિતની મુખ્ય વાત ઉપસી આવતા તે લગ્નનાં સમયની સારી યાદગીરી બની રહે છે તેમ વીડિયોગ્રાફર દેવાંશ જણાવે છે. રાજકોટથી લોકો પ્રિ-વેડિંગ શૂટ માટે ગુજરાતનાં વિવિધ સ્થળો ઉપરાંત ઉદયપુર, જેસલમેર, તાજમહેલ, ગોવા ઉપરાંત વિદેશોમાં ફૂકેત, બાલી જેવા સ્થળોએ પણ જતા હોય છે.
અમદાવાદ અને બરોડાથી પણ વીડિયોગ્રાફી માટે રાજકોટ ખાતે સંપર્ક કરવામાં આવે છે. પહેલાના સમયમાં લગ્નનો વીડિયો બનાવી આપવામાં આવતો પણ હવે સોશિયલ મીડિયાને કારણે શોર્ટમાં વેડિંગ ઇવેન્ટની હાઇલાઇટ મળી રહે તે માટે લગ્ન લખવાની રીલ, મહેંદી, હલ્દી સેરેમનીની રીલ, મંડપની રીલ સહિતની વિવિધ રીલ માટે પણ ક્લાયન્ટની ડિમાન્ડ રહેતી હોય છે.
અનેક પરિવારોને ત્યાં લગ્નપ્રસંગે સોલો, ગ્રુપ કે ફેમિલી પર્ફોમન્સ અથવા તો બેકગ્રાઉન્ડ ડાન્સરો બોલાવવામાં આવતા હોય છે. કોરિયોગ્રાફર દિયા અજમેરા જણાવે છે કે, ગ્રુપ પર્ફોમન્સમાં બધાનું લેવલ અલગ હોવાથી ગ્રુપ ડાન્સમાં બધાને ફાવે તેવી કોરિયોગ્રાફી કરવી પડે છે. પરિવારમાં નાનાં બાળકોથી લઇ બા-દાદા પણ પર્ફોમન્સ આપતા હોવાને કારણે સોંગનું સિલકેશન કાળજીપૂર્વક કરવું પડે છે. તેમને ક્યારેક ફની કે રોમેન્ટિક સોંગ પર પર્ફોમ કરાવી નોખું મનોરંજન આપવાનો પ્રયાસ કરાય છે.
ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજકોટથી કોરિયોગ્રાફર્સની ટીમ ગોવા કે ઉદયપુર પણ જતી હોય છે. છ હજારથી શરૂ થતા પેકેજ લાખ સુધી પહોંચી જાય છે. તેમાં પણ કસ્ટમાઇઝ પર્ફોમન્સનો ઉમેરો થતો જાય તેમ આ બજેટ અઢી ત્રણ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. ગરબા ફંક્શનમાં હિન્દી કરતા પંજાબી અને ગુજરાતી સોંગ વધુ પસંદ થતા હોય છે સાથે જ વન્સ મોર થાય તેવો પણ આગ્રહ રહેતો હોય છે.