વિદ્યા સહાયકની જગ્યા વધારવા ટેટ-૧ ઉમેદવારોના સત્યાગ્રહ છાવણીમાં ધરણાં
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૫માં
અન્ય કેટેગરી કરતા ઓછી ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો : હજી પણ ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકી
ગાંધીનગર : ગાંધીનગર શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા માટે ધરણા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ૫૦૦૦ જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ ઉમેદવારો દ્વારા અન્ય કેટેગરી કરતા પ્રાથમિક શિક્ષણમાં ઓછા વિદ્યા સહાયકો ભરાતા હોવાની ફરિયાદ કરી છે.
સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા આ ઉમેદવારોએ પ્રદર્શન
કર્યા બાદ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા
હાલ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ ૧ થી ૫માં અંદાજે ૫૦૦૦ જેટલી ભરતી કરવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે. જેને સમસ્ત ઉમેદવારો આવકારીએ છીએ. આ ભરતી પ્રક્રિયામાં ૨૦૧૧ થી અત્યાર
સુધી તમામ ટેટ-૧ માન્ય ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ઉમેદવારોની
સંખ્યા પણ વધી છે.આથી જગ્યાઓ વધુ આપવા માટે માંગ છે. વધુમાં ઉમેદવારોનું કહેવું છે
કે, ધોરણ ૧ થી
૫મા હાલ ૧૬૧૮૧ જગ્યાઓ ખાલી છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી ટેટ-૧ પાસ સૌથી ઓછી ભરતી કરવામાં
આવી છે. ૨૦૧૧થી ૨૦૨૩ સુધીમાં ધોરણ ૧ થી ૫મા ૭૮૮૯ શિક્ષકની ભરતી કરાઈ છે. તેની સામે
અત્યાર સુધીમાં ટેટ -૨ ધોરણ ૬ થી ૮ માટે ૫૦૯૧૨ જેટલી ભરતી કરી છે. જુના લાગેલા ફરી
ફોર્મ ભરતા હોય એટલે મેરીટ ઊંચું જ રહે છે. જેના લીધે અમારે નોકરી મેળવવી અઘરી છે.
આથી સમાન ન્યાય અમને પણ મળવો જોઈએ. હાલ ધોરણ ૧૧-૧૨મા ખાલી જ્ગ્યાના ૫૦ ટકા જેટલી ભરતીની
જાહેરાત કરી દીધી છે.ધોરણ ૯-૧૦મા પણ ૫૦ ટકા જેટલી ભરતી જાહેર કરવામાં આવી અને ધોરણ
૬ થી ૮મા પણ ૭૦ ટકા જેટલી ભરતી કરાઈ છે તો અમારી સાથે અન્યાય કેમ અમારી પણ ભરતી મહેકમ
પ્રમાણે હાલ ખાલી જગ્યા ૧૬૮૮૧ +૧૭૯૯ નિવૃત એમ કુલ ૧૭૯૮૦નાં ૫૦ ટકા જેટલી કરી અમને પણ
ન્યાય આપવા વિનંતી છે.