Get The App

નવા વાઇરસની ટેસ્ટ કીટ બે-ત્રણ દિવસમાં તમામ હૉસ્પિટલોને મળી જશે: આરોગ્ય મંત્રી

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News

કિનવા વાઇરસની ટેસ્ટ કીટ બે-ત્રણ દિવસમાં તમામ હૉસ્પિટલોને મળી જશે: આરોગ્ય મંત્રી 1 - image

HMPV virus Test kit : ચીનમાંથી દુનિયાભરમાં ફેલાઈ રહેલા HMPV વાઇરસે ભારતમાં કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં દેખા દેતા તંત્રએ ચોક્સાઈ વધારી દીધી છે. આજે વડોદરાની એક દિવસની મુલાકાત અંતર્ગત સરકારી હૉસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વાઇરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરાશે. આ રોગના ટેસ્ટ માટે કીટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી બે-ત્રણ દિવસમાં જ દરેક હૉસ્પિટલમાં તે કીટ મળી જાય એવા પ્રયાસ કરાઈ રહ્યા છે.  

દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતાં ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, મોટેભાગે આ રોગમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. 

આ પણ વાંચો: HMPV વાઇરસે ચિંતા વધારી: ભારત આવેલા NIR સતર્ક, સરકારની ગાઇડલાઇન પર સતત નજર

સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઊભી ન થાય તે માટે સરકાર ગંભીર છે. અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું, જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું. 

આ વાઇરસના લક્ષણો શું છે?

આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV વાઇરસનો ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઈઝરી

શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?

• જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીસ્યુથી ઢાંકવું જોઈએ.

• નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું

• તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.

• પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

• બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.

• શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું જોઈએ?

•  જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.

• સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

• જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.




Google NewsGoogle News