સિંધુ સભ્યતા-હડપ્પન સંસ્કૃતિ જોવી હોય તો પહોંચી જાઓ કચ્છ, આ તારીખ સુધી ખુલ્લી રહેશે નવી ટેન્ટ સિટી
Dholavira Tent City : યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ ધોળાવીરા ખાતે ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા સહિત સિંધ સભ્યતા-હડપ્પન સંસ્કૃતિના દર્શન કરાવશે. આ ટેન્ટ સિટી આગામી 15 માર્ચ સુધી ખુલ્લી રખાશે.
140 ટેન્ટ બનાવાયાં
ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો. હાલ ધોળાવીરામાં બનાવામાં આવેલી આ ટેન્ટ સિટીમાં દરબારી અને રજવાડી સહિત કુલ 140 ટેન્ટ બનાવવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : દ્વારકાધીશને સોનાનો શણગાર, બેસતા વર્ષે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ કરી નવ વર્ષની શરૂઆત
ધોળાવીરના પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ
ધોળાવીરા ખાતે નિર્માણ કરવામાં આવેલી ટેન્ટ સિટીનો મુખ્ય હેતુ ધોળાવીરાને પ્રોત્સાહન આપવાનો છે. આમ કરવાથી કચ્છના પ્રાચીન શહેર અને સંસ્કૃતિનો વધુ પ્રચાર થશે.
ધોળાવીરા ટેન્ટ સિટી પ્રબંધક અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ટેન્ટ સિટીમાં હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરી છે. ટેન્ટ સિટીના નિર્માણથી સ્થાનિકોને રોજગાર મળશે. જેમાં કચ્છનું જે આર્ટ વર્ક જોવા મળે છે, એ સ્થાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. જ્યાંની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. એ સમયે આશરે 50 હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ધોળાવીર ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું.