mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દસનો નીકળ્યો દમ : 10- 20ની નોટોનું કુષ્ઠ ચલણ, સિક્કા અછૂત

Updated: Jun 26th, 2024

દસનો નીકળ્યો દમ : 10- 20ની નોટોનું કુષ્ઠ ચલણ, સિક્કા અછૂત 1 - image


પોરબંદર જિલ્લાની બજારોમાં નાના વ્યવહારોને મોટી અસર : 10 ના સિક્કાનું ચલણ માન્ય રખાવવા માટેનાં પગલાં લેવા અને નવી નોટો છાપવા રિઝર્વ બેંકને રજૂઆત

પોરબંદર, : પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી 10 અને 20 રૂપિયાની ચલણી નોટોની ભારે અછત સર્જાઈ છે, ૧૦ની ચટણી નોટો તો જાણે કે પાંચ રૂપિયાની નોટોની જેમ બજારમાંથી ગાયબ થઈ રહી છે. આ મુશ્કેલી અંગે રીઝર્વ બેંક સહિત સરકારને સામાજિક સંસ્થા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

કુતિયાણા, રાણાવાવ, અડવાણા, બગવદર સહિતના ગામોમાં 10  રૂપિયાની નોટોની ઘટ ચાલી રહી છે ત્યારે વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક સમયે ૧૦ની નોટોના છુટા માટે પણ વેપારી અને ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે. વેપારીઓ અને ગ્રાહકોને છુટા મેળવવા માટે તકલીફો પડી રહી છે, તેમજ દસ રૂપિયાની ચલણી સિક્કો પણ કોઈ ગ્રાહકો કે કોઈ વેપારી લેવા સહમત થતા નથી. બજારમાં રૂ.૧૦ ની જૂની ચલણી નોટો અને ફાટેલી તૂટેલી નોટોનું સર્ક્યુલેશન વધ્યું છે, પરંતુ વધુ પ્રમાણમાં ફાટેલી નોટો લેવાનો પણ લોકો ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે વેપારીઓ એક જ માંગણી કરી રહ્યા છે કે,૧૦ રૂપિયાના ચલણી સિક્કાની લેવડ-દેવડ માટે બધા સહમત થાય તે માટે કોઈ પગલાં લેવામાં આવે તેમજ દસ રૂપિયાની નવી નોટો છાપવામાં આવે અથવા આ બાબતમાં ચોક્કસથી કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

ચાની કીટલીવાળાઓ, શાકભાજી વેચનારાઓ તેમજ અન્ય નાના વેપારીઓને ત્યાં ૧૦ની અને ૨૦ની ચલણી નોટોનો વ્યવહાર વધારે થતા હોય છે અને હાલના સંજોગોમાં એ લોકો દસ રૂપિયાની ચલણી નોટોની ઘટ અનુભવી રહ્યા છે. આ વિશે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિઝર્વ બેન્કને રજૂઆત કરવામાં આવી છે.

શાકભાજીના વેપારી એવું જણાવ્યું હતું કે, જેમતેમ કરીને છુટા પૈસાનો તોડ કરીને વ્યવહાર સાચવવામાં આવી રહ્યો છે પરંતુ ખુબ મોટો આથક ફટકો પડી રહ્યો છે અને મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.


Gujarat