માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વધુ એક વાર ટેન્ડરની તારીખ લંબાવવામાં આવી

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વધુ એક વાર ટેન્ડરની તારીખ લંબાવવામાં આવી 1 - image


પાલિકા વિસ્તારમાં આવેલી માન દરવાજા એ,બી અને સી ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકો ની રી -ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017થી સુરત મહાનગરપાલિકાએ સાત વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. પાંચ પ્રયાસમાં ઓનલાઈન ઓફર આવી હતી પરંતુ ઓફર કરનાર એજન્સી ઓનલાઈન ન આવી હોવાથી હવે છઠ્ઠી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોઈ એજન્સી આગળ વી ન હોવાથી ફરી એક વખત ટેન્ડરની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. હવે પછી ટેન્ડર માં કોઈ ઓફર આવે છે કે નહીં તેના પર માનદરવાજા ટેનામેન્ટ ના 1300 થી વધુ પરિવારની નજર ટકેલી છે. સુરતના રીંગરોડ જેવા પ્રાઈમ લોકેશન પર આવેલા માનદરવાજા ટેનામેન્ટ અને શોપિંગ સેન્ટર સમય જતાં જર્જરિત થતા વર્ષ 2016 થી નોટિસ આપવાની કામગીરી શરુ થઈ હતી. ગુજરાત સરકારના ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ નડી રહ્યું છે અને એક બે નહીં પરંતુ પાંચ પાંચ વખત ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ તેમાં પણ કોઈ એજન્સીની ઓફર મળી નથી.ત્યાર બાદ હાલ છઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ ટેન્ડર સમય મર્યાદા પુરી થઈ હોવા છતાં કોઈ પણ એજન્સી આગળ આવી ન હતી. જેના કારણે સુરત પાલિકાએ આ ટેન્ડરની સમય મર્યાદા લંબાવીને 23 સપ્ટેમ્બર કરી છે. જોકે, આ સમય દરમિયાન ટેનામેન્ટ જર્જરિત થતાં એક હજારથી વધુ પરિવારો પાસે ઘર ખાલી કરાવી દેવાતા ગરીબ લોકો બેઘર બની ગયાં છે. આ સમસ્યાને લઈને હવે રાજકારણીઓ પણ દોડતા થયા છે. મોટા નેતા અને સાંસદ સહિતના લોકોએ આ પ્રોજેક્ટ ઝડપથી શરુ થાય તે માટે કવાયત કરી છે અને તંત્રને સુચના પણ આપી છે. 


Google NewsGoogle News