Get The App

જામનગરના એડવોકેટને મદદ કરવામાં ધરમ કરતાં ધાડ પડી : લગ્ન પ્રસંગમાં ભાડે આપેલા મકાનનો પડાવી લેવાનો કડવો અનુભવ

Updated: Jan 29th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના એડવોકેટને મદદ કરવામાં ધરમ કરતાં ધાડ પડી : લગ્ન પ્રસંગમાં ભાડે આપેલા મકાનનો પડાવી લેવાનો કડવો અનુભવ 1 - image


Jamnagar : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો કિસ્સો બન્યો છે, અને મકાન વાપરવામાટે રાખનાર શખ્સ મારફતે કડવો અનુભવ થયો છે.

 પુત્રના લગ્ન માટે વાપરવા માટે આપેલું મકાન પડાવી લેવા માટે એડવોકેટને ધમકી આપી, હવે તમે આ મકાનને ભૂલી જજો, અને ભૂલથી મકાન બાજુ આવશો, તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર નવાગામ-ઘેડના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર પંચેશ્વર ટાવર નજીક વંડાફળી શેરી નંબર-2 માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા મનીષભાઈ ચમનલાલ પંડયા (55) એ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા પોતાના મકાનનો કબજો કરી લઇ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સાજીદ કાસમભાઈ ખફી નામના શખ્સ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મનીષભાઈ પંડ્યાનું બીજુ મકાન નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલું છે, જે મકાન ખાલી હોવાથી આરોપી સાજીદના પુત્રના લગ્ન હોવાથી વાપરવા માટે આપ્યું હતું.

 પરંતુ તે મકાન પચાવી પાડવાનો ઇરાદો હોવાથી ગઈકાલે એડવોકેટ મનીષભાઈ પોતાના મકાને ગયા હતા, જે દરમિયાન આરોપીએ કહી દીધું હતું કે મારા દીકરાના લગ્નમાં વાપરવા માટે આપેલું મકાન હવે તમે ભૂલી જજો, અને ભૂલથી પણ મકાન બાજુ બીજી વખત આવતા નહીં, નહીં તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત મકાનમાં હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ ઇન્દ્રજીતસિંહ પરમાર કે જેને પણ ધાક ધમકી આપી ભગાડી મૂક્યા હતા.

 આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને એડવોકેટ દ્વારા આરોપી સાચી સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Tags :