Get The App

દસ વર્ષ પહેલા પ્રવિણ ભાલાળાએ મિત્રને હનીટ્રેપમાં ફસાવી રૂ.14 લાખ પડાવેલા

સમાજના ઠેકેદાર બની ફરનારનું પાપ છાપરે ચડયું : વેપારીએ આખરે વરાછા પોલીસ મથકમાં પ્રવિણ ભાલાળા અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ધરપકડ કરી

સરથાણા યોગીચોકમાં રહેતા મિત્રને મહિલા પાસે ફોન કરાવી બાદમાં રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન કરાવી આપવાનું કહી ખેલ કર્યો હતો : સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલો પ્રવિણ ભાલાળા ફેસબુક પર પોતાની કેફિયત રજૂ કરે છે પણ પોલીસ તેને પકડી શકી નથી !

Updated: Mar 25th, 2025

GS TEAM


Google News
Google News
દસ વર્ષ પહેલા પ્રવિણ ભાલાળાએ મિત્રને હનીટ્રેપમાં ફસાવી રૂ.14 લાખ પડાવેલા 1 - image


- સમાજના ઠેકેદાર બની ફરનારનું પાપ છાપરે ચડયું : વેપારીએ આખરે વરાછા પોલીસ મથકમાં પ્રવિણ ભાલાળા અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ધરપકડ કરી

- સરથાણા યોગીચોકમાં રહેતા મિત્રને મહિલા પાસે ફોન કરાવી બાદમાં રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન કરાવી આપવાનું કહી ખેલ કર્યો હતો : સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલો પ્રવિણ ભાલાળા ફેસબુક પર પોતાની કેફિયત રજૂ કરે છે પણ પોલીસ તેને પકડી શકી નથી !


સુરત, : ઓડિશા પોલીસ માટે રૂ.6.16 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ અને સુરતમાં સામાજીક આગેવાન બનીને ફરતા મૂળ અમરેલીના પ્રવિણ ભાલાળાએ મિત્રને જ એક મહિલા સાથે મળી હનીટ્રેપમાં ફસાવી રૂ.14 લાખ પડાવ્યા હતા.હાલમાં પ્રવિણ ભાલાળા વિરુદ્ધ ઓડિશા પોલીસની કાર્યવાહીને પગલે મિત્રએ 10 વર્ષ અગાઉ બનેલા બનાવમાં ગતરોજ વરાછા પોલીસ મથકમાં પ્રવિણ ભાલાળા અને મહિલા વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ આખરે નોંધાવી હતી.આ બનાવમાં એલસીબી ઝોન 1 ની સ્ક્વોડે મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય નિલેશભાઈ ( નામ બદલ્યું છે ) લેસનો વેપાર કરે છે.વર્ષ 2014-15 માં લેસપટ્ટીના વેપારીઓએ એસોશિએશન બનાવવા માટે મિટિંગ કરી તે સમયે નિલેશભાઈ પ્રવિણ વિઠ્ઠલભાઇ ભાલાળા ( રહે.બી/102, મેરી ગોલ્ડ રેસીડેન્સી, સરથાણા જકાતનાકા, સુરત ) ના સંપર્કમાં આવ્યા હતા.પોતાને સામાજીક આગેવાન ગણાવનાર પ્રવિણ ભાલાળાને લેસપટ્ટીના વેપારીઓએ એસોશિએશનનો પ્રમુખ બનાવતા નિલેશભાઈ અને પ્રવિણ ભાલાળાની સમયાંતરે મુલાકાત થતી હતી અને બંને મિત્રો બનતા નિલેશભાઈ પ્રવિણ ભાલાળાની પુણા છીતુનગર લક્ષ્મી પેલેસ સ્થિત ઓફિસે પણ ભેગા થતા હતા.

ઓગષ્ટ 2015 માં નિલેશભાઈએ નવી કાર ખરીદ્યાના બે-ત્રણ મહિના બાદ એક મહિલા દિવ્યા ઉર્ફે દક્ષાએ તેમને ફોન કરી લોનની જરૂર છે? તેમ પૂછતાં નિલેશભાઈએ ના પાડી હતી.તેના અઠવાડીયા બાદ દિવ્યા ઉર્ફે દક્ષાએ નિલેશભાઈના વ્હોટ્સએપ ઉપર બે બિભત્સ વિડીયો કલીપ મોકલી હતી.જોકે, નિલેશભાઈએ તેને કોઈ જવાબ આપ્યો નહોતો.રાત્રે તે એક મિત્ર સાથે પ્રવિણ ભાલાળાની ઓફિસે મળવા ગયા ત્યારે વાત નીકળતા નિલેશભાઈએ મહિલાએ મોકલેલા વિડીયો અંગે કહેતા પ્રવિણ ભાલાળાએ તેની સાથે વાત કરવા કહ્યું હતું.પણ નિલેશભાઈએ વાત કરી નહોતી.તેમ છતાં દિવ્યા ઉર્ફે દક્ષા વ્હોટ્સએપ ઉપર મેસેજ કરી વિડીયો મોકલી મળવા કહેતી હોય બાદમાં નિલેશભાઈ એક મિત્ર સાથે તેને મળવા પુણા ડી.આર.વર્લ્ડ પાસે ગયા હતા.ત્યાં દિવ્યા ઉર્ફે દક્ષાએ ફરવા જવા કહેતા ત્રણેય નિલેશભાઈની કારમાં પુણાગામ કેનાલ રોડ થઇને કામરેજ-વાવ બાજુ પહોંચ્યા ત્યારે દિવ્યા ઉર્ફે દક્ષાએ આપણે હોટલમાં રૂમમાં જઈએ ત્યાં વાત કરીએ તેમ કહેતા તેઓ નજીકમાં ગણેશ હોટલમાં ગયા હતા.

ત્યાં મિત્રને બહાર બેસાડી નિલેશભાઇએ રૂમમાં દિવ્યા ઉર્ફે દક્ષા સાથે 10 મિનિટ વાત કરી હતી ત્યારે દિવ્યા ઉર્ફે દક્ષાએ મને પેટમાં દુખે છે, મારી તબીયત ખરાબ છે ચાલો આપણે પાછા જઈએ આપણે પછી મળીશું તેમ કહેતા તેને પુણા પરવત પાટીયા ઉતારી નિલેશભાઈ પોતાના કામ ઉપર ચાલ્યા ગયા હતા.જોકે, તે રાત્રે આઠ વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તે વ્યકિતએ પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપી તમે આજે કોઈ છોકરી સાથે ફરવા ગયા હતા અને તમે તે છોકરીની છેડતી કરી છે તમારી વિરૂધ્ધ ફરીયાદ દાખલ થાય છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.ત્યાર બાદ બીજા અજાણ્યા નંબર ઉપરથી ફોન કરી કોઈકે હું છોકરીનો સંબધી બોલુ છુ તેમ કહીને ગાળાગાળી કરતા નિલેશભાઈએ ફોન કાપીને પ્રવિણ ભાલાળાને ફોન કરીને જાણ કરતા તેણે ફોન બંધ કરીને ઓફિસે આવી જવા કહેતા નિલેશભાઈ મિત્ર અને ભાગીદાર સાથે તેની ઓફિસે પહોંચ્યા હતા.

પ્રવિણ ભાલાળા ચિંતા નહીં કરો હું પીએસઆઈને મોટા વરાછા મળતો આવું છું કહી ગયો હતો અને ત્યાર બાદ રૂ.25 લાખની માંગણી કરી છે પણ રૂ.14 લાખમાં સમાધાન કરવા તૈયાર થયા છે કહી રૂ.14 લાખ આપવા કહેતા નિલેશભાઈએ રૂ.10 લાખની વ્યવસ્થા કરી હતી.જયારે રૂ.4 લાખ પ્રવિણ ભાલાળાએ ઉમેરી તેમને આપ્યા હતા.તે સમયે પ્રવિણ ભાલાળાએ નિલેશભાઈને પોતાની ઓફિસમાં જ રોકાવા કહી તેમનો મોબાઈલ ફોન લઈ ફોર્મેટ માર્યો હતો.બાદમાં નિલેશભાઈએ પ્રવિણ ભાલાળાને રૂ.4 લાખ પણ આપી દીધા હતા.જોકે, તેમને શંકા ગઈ હતી અને તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવિણ ભાવાળાની સાથે જ કામ કરે છે અને પ્રવિણ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા તથા અન્ય છોકરીઓ સાથે મળીને આવા જ કામ કરે છે.

પ્રવિણ ભાલાળા સામાજીક આગેવાન તરીકે કામ કરતો હોય તેની ઉંચી વગને લીધે નિલેશભાઈએ તેના વિરુદ્ધ તે સમયે ફરિયાદ કરી નહોતી.પણ હાલમાં ઓડિશા પોલીસે રૂ.6.16 કરોડના સાયબર ફ્રોડમાં વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરતા આખરે ગતરોજ નિલેશભાઈએ પ્રવિણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, એલસીબી ઝોન 1 ની સ્ક્વોડે આ બનાવમાં દિવ્યા ઉર્ફે દક્ષા સાગર જીવાણી ( ઉ.વ.35, મકાન નં.85, શાંતિનગર સોસાયટી વિભાગ 1, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે.પાટીદડ, તા.ગોંડલ, જી.રાજકોટ ) ની ધરપકડ કરી હતી.જયારે સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલો પ્રવિણ ભાલાળા ફેસબુક પર પોતાની કેફિયત રજૂ કરે છે પણ પોલીસ તેને પકડી શકી નથી.

દસ વર્ષ પહેલા પ્રવિણ ભાલાળાએ મિત્રને હનીટ્રેપમાં ફસાવી રૂ.14 લાખ પડાવેલા 2 - image

પ્રવિણે વેપારીને ઉશ્કેર્યો, મારી પણ ત્રણ-ચાર સ્ત્રી મિત્ર છે તમે તે મહિલાને મિત્ર બનાવો

સુરત, : લોનની જરૂર છે? તેમ પૂછી બાદમાં બે બિભત્સ વિડીયો મોકલી દિવ્યા ઉર્ફે દક્ષા મળવા કહેતી હોય નિલેશભાઈએ આ અંગે જયારે પ્રવિણ ભાલાળાને વાત કરી ત્યારે પ્રવિણ ભાલાળાએ કહ્યું હતું કે તુ તેની સાથે વાતચીત કર અને મિત્ર બનાવ, મારી પોતાની પાસે પણ આવી ત્રણ-ચાર સ્ત્રી મિત્ર છે, પછી આપણે ફાર્મ ઉપર જઈશું.તેમ છતાં નિલેશભાઈએ દિવ્યા ઉર્ફે દક્ષા સાથે તે સમયે વાત કરી નહોતી.

દસ વર્ષ પહેલા પ્રવિણ ભાલાળાએ મિત્રને હનીટ્રેપમાં ફસાવી રૂ.14 લાખ પડાવેલા 3 - image

રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી વેપારી-મિત્રને પ્રવિણ ભાલાળાએ ઓફિસમાં બેસાડી રાખ્યા બાદ કહ્યું, છોકરીવાળા પતાવટ માટે રૂ.25 લાખ માંગે છે

સુરત, : લેસના વેપારી નિલેશભાઈ દિવ્યા ઉર્ફે દક્ષા સાથે હોટલમાં વાત કરીને નીકળ્યાના ગણતરીના કલાકોમાં તેમને પીએસઆઈ અને દિવ્યા ઉર્ફે દક્ષાના પરિજને ફોન કરી તે છોકરીની છેડતી કરી છે તારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય છે તેમ કહેતા નિલેશભાઈએ પ્રવિણ ભાલાળાનો સંપર્ક કર્યો હતો અને તેના કહ્યા મુજબ તેની ઓફિસે પહોંચ્યા હતા.પ્રવિણ ભાલાળા પીએસઆઇને મળવા જવાનું કહી નીકળ્યો હતો અને રાત્રે 11 વાગ્યે પરત ફરી મેટર ગંભીર બની છે લોકોના ટોળાં ભેગા થયા છે.તેઓ ફરિયાદ કરવાની વાત કરે છે.અહીંથી નહીં પતે એટલે મારે ઉપર લેવલે વાત કરવી પડશે કહી તે મોટા અધિકારીને મળવા જવાનું કહી ગયો હતો અને રાત્રે અઢી વાગ્યે નિલેશભાઈને ફોન કરી છોકરી અને તેના પરિવારવાળા ફરીયાદ પાછી ખેંચવાના રૂ.25 લાખ માંગે છે અને જો પૈસા નહી આપીએ તો ફરીયાદ કરવાની વાત કરે છે તેમ કહેતા નિલેશભાઈએ આટલી મોટી રકમની વ્યવસ્થા થાય તેમ નથી તેમ કહેતા પ્રવિણ ભાલાળાએ તમે જો પૈસા નહી આપો અને પતાવશો નહી તો તેઓ ફરીયાદ કરીને તમને સમાજમાં બદનામ કરી નાખશે અને તમારી સાથે મિત્ર પણ મદદગારીમાં જશે તેમ કહ્યું હતું.આથી ગભરાયેલા નિલેશભાઈ અને તેમના મિત્ર રૂ.10 લાખ આપવા તૈયાર થયા હતા.પ્રવિણ ભાલાળાએ વાત કરીને મેટર પતાવું છું તેમ કહી સાડા ત્રણ સુધી નિલેશભાઈ અને તેમના મિત્રને ઓફિસે બેસાડી રાખ્યા હતા અને રૂ.14 લાખમાં છોકરી અને તેના પરિવાર માન્યા છે તેમ કહ્યું હતું.


ઝડપાયેલી મહિલા બેંકમાં લોન વિભાગમાં કામ કરતી હતી, પિતાની કેન્સરની સારવારમાં આર્થિક મદદના બહાને પ્રવિણે તેને ભેરવી હતી

સુરત, : લેસના વેપારી પાસેથી રૂ.14 લાખ પડાવી લેવાના પ્રકરણમાં 10 વર્ષ બાદ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલી મહિલા દિવ્યા ઉર્ફે દક્ષાની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બનાવ વખતે તે અપરણિત હતી અને બેંકમાં લોન વિભાગમાં કામ કરતી હતી.તે સમયે તેના પિતાને કેન્સર આખરી સ્ટેજમાં હોય પૈસાની સખત જરૂર હતી.તે સમયે તે પ્રવિણ ભાલાળાના સંપર્કમાં આવી હતી.પ્રવિણે તેને પિતાની કેન્સરની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવાના બહાને ભેરવી હતી.દિવ્યાએ બાદમાં વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા અને હાલ તે પતિ સાથે સુરતમાં જ રહે છે.

Tags :