સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડામાં દસ જુગારીયા ઝડપાયા
- દરોડામાં આઠ જુગારીયા પોબારા ભણી ગયા
- ત્રણેય દરોડામાં રોકડ મોબાઇલ સહિત રૂ. 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડામાં દસ જુગારી ઝડપાયા હતા. દરોડામાં આઠ જુગારીયા પોબારા ભણી ગયા હતા. ત્રણેય દરોડામાં પોલીસે રોકડ મોબાઇલ સહિત રૂ. ૪૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગણપતિ ફાટસર પાસે ભોગાવો નદીના પુલ નીચે વઢવાણ પોલીસે દરોડો કરી ખોડાભાઈ કરમશીભાઈ વાણોદા, અનીલભાઈ કેશુભાઈ સીતાપરા, હિરેનભાઈ ગણેશભાઈ નદાસીયા, વિશાલભાઈ શૈલેષભાઈ ઝાલા અને વિપુલભાઈ મનસુખભાઈ પનારા (તમામ રહે.દુધની ડેરી પાછળ)ને રોકડ રૂા.૧૬,૯૫૦, ૩ મોબાઈલ (કિં. રૂા.૯,૫૦૦) સહિત કુલ રૂા.૨૬,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. જ્યારે અમીનાબેન સુલેમાનભાઈ માણેક (રહે.ટાવર પાસે), મુકેશભાઈ પપ્પુભાઈ કટીયા, (રહે.બસ સ્ટેન્ડ પાસે), રફીક ઉર્ફે રફલો પપ્પુભાઈ કટીયા( રહે.ટાવર પાસે) અને રણજીત ઉર્ફે ટેણો (રહે.મફતીયુપરૂ, વઢવાણવાળા) નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તમામ નવ શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બહુચર હોટલ નજીક મંદિર પાસે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે દરોડો કરી જાહેરમાં જુગાર રમાતા જેરામભાઈ રાયસીંગભાઈ કાંજીયા (રહે.વેલનાથ સોસાયટી), ભરતભાઈ મોહનભાઈ રાઠોડ (રહે.રાજકોટ) અને જગદીશભાઈ ચનાભાઈ રાઠોડ (રહે.રાજકોટ)ને રોકડ રૂા.૧૩,૨૩૦ સાથે ઝડપી પાડી એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જૈનાબાદ ગામની વીડમાં ખુલ્લામાં દસાડા પોલીસે દરોડો કરી જુગાર રમાત મહંમદશા આલુશા ફીકર અને હનીફભાઈ મુસ્તુફાભાઈ કુરેશી (બંને રહે.જૈનાબાદ)ને રોકડ રૂા.૧,૧૩૦ અને બે મોબાઈલ રૂા.૨,૫૦૦ મળી કુલ રૂા.૩,૬૩૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન અલ્લારખ્ખા ઉર્ફે ભીખો હનીફભાઈ કુરેશી, ફારૂકભાઈ ઉર્ફે બીચ્છુવાળા, અજરૂદ્દીનભાઈ સમસુભાઈ અને બીએમ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તમામ વિરૂધ્ધ દસાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.