Get The App

જૂનાગઢમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર્વત પર 9.3 ડિગ્રી સુધી પારો ગગડતાં લોકો ઠુંઠવાયાં

Updated: Nov 25th, 2024

GS TEAM


Google News
Google News
જૂનાગઢમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર્વત પર 9.3 ડિગ્રી સુધી પારો ગગડતાં લોકો ઠુંઠવાયાં 1 - image


Junagadh Weather: જૂનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો 14.8 ડિગ્રીએ પહોંચતા રાતે વાતાવરણ ઠંડુગાર થયું છે. ઠંડીમાં વધારાથી ગરમ વસ્ત્રોની ખરીદીમાં વધારો થયો છે. રાત્રિના સમયે વાહન વ્યવહાર સહિત ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. ગિરનાર પર તાપમાન 9.3 થતા પ્રવાસીઓ ઠંડીનો અસર ચમકારો અનુભવી રહ્યા છે.

તાપમાનનો પારો 2.6 ડિગ્રી ગગડ્યો

જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આ વર્ષ શિયાળાની ઋતુનું મોડુ આગમન થયું, પરંતુ હવે શિયાળો ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો 2.6 ડિગ્રી ગગડતા રાત્રિના વાતાવરણ ઠંડુગાર થયું છે. રવિવારે (24મી નવેમ્બર) શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 14.3 ડિગ્રીએ પહોંચ્યો છે. દિવસની સરખામણીએ રાત્રિના તાપમાનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. શહેરની સરખામણીએ ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 9.3 રહ્યું હતું. સવારે પર્વત પર વાદળોની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળતા પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે નશેડી નબીરાનો આતંક, વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા


ઠંડીમાં વધારો થતા ગરમ વોની ખરીદીમાં પણ વધારો થયો છે. રવિવારી બજાર અને પોટાલા માર્કેટ સહિતની ગરમ વસ્તુઓની બજારમાં ખરીદીની ગરમી વધી હતી. મોર્નિંગ વોક માટે શહેરીજનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધતા લોકોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં ઠંડીનો પારો હજુ પણ ગગડશે.

પાંચ દિવસમાં તાપમાન 2.6 ડિગ્રી ગગડ્યો

જૂનાગઢમાં ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. 19મી નવેમ્બરના લઘુતમ તાપમાન 16.9 નોંધાયું હતું. તે 2.6 ડિગ્રી ગગડીને 14.3 પહોંચ્યો છે.

જૂનાગઢમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર્વત પર 9.3 ડિગ્રી સુધી પારો ગગડતાં લોકો ઠુંઠવાયાં 2 - image

Tags :