માઉન્ટ આબુમાં માઇનસ 1 અને ગુરુશિખરમાં માઇનસ 3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાઈ
Mount Abu Temperature : રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એકાએક પારો ગગડતાં માઉન્ટ આબુમાં માઇનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ દરમિયાન માઉન્ટ આબુના સૌથી ઊંચા પર્વત ગુરુશિખરમાં ઠંડીનો પારો માઇનસ 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં ઠંડીની શરુઆત થઈ ગઈ છે.
રાજસ્થાનના મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓ પણ શિમલા જેવા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. માઉન્ડમાં આબુમાં આશરે બે મહિના સુધીના રાતે અને વહેલી સવારે બરફ જોવા મળે છે. ખાસ કરીને બાગબગીચા અને ખુલ્લા મેદાનોમાં વહેલી સવારે બરફની ચાદર છવાયેલી જોવા મળે છે.
અમદાવાદમાં 17.5 ડિગ્રી ઠંડી : 28મી સુધી પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના
નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12થી 14 ડિગ્રી રહેવાની આગાહી છે. નલિયા ઉપરાંત દાહોદ, ડીસા, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, ભુજ, પોરબંદર, ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ, અમરેલીમાં પણ 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાતા ઠંડી અનુભવાઈ હતી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.