Get The App

સચિનમાં રાખડી બંધાવવા આવેલા કિશોરે અચાનક ફાંસો ખાઇ લીધો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
સચિનમાં રાખડી બંધાવવા આવેલા કિશોરે અચાનક ફાંસો ખાઇ લીધો 1 - image


- આપઘાત પહેલા ઇન્સ્ટાગ્રામ પર ગીત અંગે પોસ્ટ મુકી

- 12 વર્ષ દસ માસનો કપતાન વર્મા અયોધ્યાથી પાલીમાં બહેનને ત્યાં આવ્યો હતો : બે બહેનનો એકનો એક ભાઇ હતો

સુરત,:

સચીનમાં રક્ષાબંધનમાં રાખડી બંધાવવા આવેલો ૧૨ વર્ષ દસ માસના કિશોરે બુધવારે સાંજે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં પાલીગામમાં નારાયમનગરમાં લાલજીભાઇની ચાલમાં રહેતો ૧૨ વર્ષ ૧૦ માસનો કપતાન વિજયકુમાર વર્માએ બુધવારે સાંજે ઘરમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જયારે કપતાન વતન ઉતરપ્રદેશમાં અયોધ્યાથી થોડા દિવસ પહેલા રક્ષાબંધનમાં રાખડી બંધાવવા સહિતના માટે સુરતમાં રહેતી બહેનના ઘરે આવ્યો હતો.

જોકે રક્ષાબંધનના ગણતરીના દિવસ બાકી હતા. ત્યારે તેણે કોઇ કારણસર આ પગલુ ભરતા પરિવારજનો પર આભ તુટી પડયુ હતુ. જયારે તે બે બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. તેણે આ પગલુ ભરવા પહેલા ઇન્ટ્રાગ્રામ ઉપર ગીત અંગેની પોસ્ટ મુકી હોવાનું તેના પરિચિતે કહ્યુ હતું. તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

Sachin

Google NewsGoogle News