Get The App

બહેનોને પરેશાન કરવા અંગે માતાએ ઠપકો આપતાં કિશોરની આત્મહત્યા

Updated: Jan 5th, 2025


Google News
Google News
બહેનોને પરેશાન કરવા અંગે માતાએ ઠપકો આપતાં કિશોરની આત્મહત્યા 1 - image


રાજકોટ નજીકના પાડાસણ ગામની ઘટના

વાડીની ઓરડીમાં મોડી રાત્રે ગળાફાંસો ખાઈ લીધોપરિવારમાં કલ્પાંત

રાજકોટ :  રાજકોટ નજીકના પાડાસણ ગામમાં માત્ર ૧ર વર્ષના કિશોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ આજી ડેમ પોલીસ મથકમાં જાહેર થયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના પુનાભાઈ ડામોરને ૬ સંતાનો છે. જેમાંથી સૌથો મોટો પુત્ર કાનો ૧ર વર્ષનો છે. જે તેની નાની બહેનોને પરેશાન કરતો હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેને કારણે લાગી આવતા તેણે ગઈકાલે રાત્રે વડાળી રોડ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

જે અંગે ૧૦૮ બોલાવાતાં તેના તબીબે મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં આજી ડેમ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૃરી કાર્યવાહી કરી હતી.  મૃતકના પિતા પાડાસણમાં અરૃણભાઈની વાડી વાવતા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

Tags :
rajkotsuicide

Google News
Google News