Get The App

સ્કુલ માલિક, બે પ્રિન્સીપાલ, સુપરવાઈઝરના મોર્ફ કરેલા બિભત્સ ફોટા પોસ્ટ કર્યા

ગોડાદરાની સ્કુલના નામે 17 વર્ષના તરુણે ફેક ઈન્સ્ટા આઈડી બનાવી

સ્કુલના નામની સાથે મોયે..મોયે..લખી બનાવેલા એકાઉન્ટમાં ફોટા નીચે બિભત્સ લખાણ : સ્કુલના ધો.12 ના વિદ્યાર્થીએ મજાકમાં બધો કારભાર કર્યો

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
સ્કુલ માલિક, બે પ્રિન્સીપાલ, સુપરવાઈઝરના મોર્ફ કરેલા બિભત્સ ફોટા પોસ્ટ કર્યા 1 - image


- ગોડાદરાની સ્કુલના નામે 17 વર્ષના તરુણે ફેક ઈન્સ્ટા આઈડી બનાવી

- સ્કુલના નામની સાથે મોયે..મોયે..લખી બનાવેલા એકાઉન્ટમાં ફોટા નીચે બિભત્સ લખાણ : સ્કુલના ધો.12 ના વિદ્યાર્થીએ મજાકમાં બધો કારભાર કર્યો

સુરત, : સુરતના ગોડાદરા વિસ્તારની અંગેજી માધ્યમની સ્કુલના નામની સાથે મોયે..મોયે..લખી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી સ્કુલના માલિક, બે પ્રિન્સીપાલ, સુપરવાઈઝરના મોર્ફ બિભત્સ ફોટા પોસ્ટ કરી તેની નીચે પણ બિભત્સ લખાણ લખનાર અજાણ્યા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સ્કુલમાં જ ધો.12 માં ભણતા 17 વર્ષના તરુણની અટકાયત કરી પુછપરછ કરતા તેણે મજાકમાં આ કરતૂત કર્યાની કબૂલાત કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં મહારાણા ચોક પાસે હિન્દી અને અંગ્રેજી માધ્યમની સ્કુલ આવેલી છે.વર્ષ 2021 માં સ્કુલના નામે ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી તેમાં સ્કુલને લગતા ફોટા અને વિડીયો મૂકતા હતા.દરમિયાન ગત ડિસેમ્બર મહિનામાં કોઈકે સ્કુલના નામની સાથે મોયે..મોયે.. લખી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી સ્કુલના માલિક, બે પ્રિન્સીપાલ, સુપરવાઈઝરના મોર્ફ બિભત્સ ફોટા પોસ્ટ કરી તેની નીચે પણ બિભત્સ લખાણ લખ્યું હતું.આ અંગે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ અને કોમ્પ્યુટર ઓપરેટરે સ્કુલના માલિકના પુત્ર અને ટ્રસ્ટીને જાણ કરી હતી.

સ્કુલ માલિક, બે પ્રિન્સીપાલ, સુપરવાઈઝરના મોર્ફ કરેલા બિભત્સ ફોટા પોસ્ટ કર્યા 2 - image

તેમણે આઈડી ચેક કરતા તે ફેક હોવાનું જાણવા મળ્યું હતું.આથી તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ તે આઈડી બંધ થઈ ગઈ હતી.અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી સ્કુલમાં જ ધો.12 માં ભણતા 17 વર્ષના તરુણની અટકાયત કરી પુછપરછ કરતા તેણે મજાકમાં આ કરતૂત કર્યાની કબૂલાત કરી હતી.


Google NewsGoogle News