Get The App

ટેકનોલોજી ફેકલ્ટીની લેબોરેટરીઓમાં કર્મચારીઓની 145 જગ્યાઓ ખાલી

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ટેકનોલોજી ફેકલ્ટીની લેબોરેટરીઓમાં કર્મચારીઓની 145 જગ્યાઓ ખાલી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં  લેબોરેટરી અને વર્કશોપ સ્ટાફની અછતના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી બીન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બંધ છે અને તેમાં લેબોરેટરીના સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

જેના કારણે સૌથી વધારે  પ્રભાવિત ટેકનોલોજી ફેકલ્ટીની લેબોરેટરીઓ થઈ રહી છે.ટેકનોલોજી ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં લગભગ ૫૦ જેટલી લેબોરેટરીઓ છે અને તેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ , મિસ્ત્રી, લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી એટેન્ડન્ટ અને ઈલેક્ટ્રિશિયનની ૧૪૫ જગ્યાઓ ખાલી છે.અત્યારે લેબોરેટરીઓમાં કુલ મળીને માત્ર ૨૩ જ કાયમી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત ૩૦ હંગામી કર્મચારીઓ લેબોરેટરીમાં કામ કરે છે.

સૂત્રોનુ કહવેું છે કે, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં તો લેબોરેટરીમાં માત્ર એક જ હંગામી ટેકનિકલ કર્મચારી છે અને તેની સામે ૧૦ જગ્યાઓ ખાલી પડેલી છે.ટેકનિકલ કર્મચારીઓના અભાવે વિદ્યાર્થીઓને રીડિંગ લેવામાં પણ તકલીફ પડી રહી છે.જૂના રીડિંગથી કામ ચલાવવાનો વારો આવી રહ્યો છે.યોગ્ય રીતે પ્રેક્ટિકલ પણ થતા નથી.ઈલેક્ટ્રિકલ અને એપ્લાઈડ કેમેસ્ટ્રી જેવા વિભાગોમાં ટેકનિકલ કર્મચારીઓની મદદ વગર પ્રેક્ટિકલ કરવા પણ વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.કેટલાક કિસ્સામાં અધ્યાપકોને ટેકનિકલ કર્મચારીઓની ભૂમિકા ભજવવાની  ફરજ પડી રહી છે.સામાન્ય રીતે કાયમી કર્મચારીઓની ખાલી જગ્યાઓ પર હંગામી કર્મચારીઓની ભરતી કરીને કામ ચલાવાતું હોય છે પણ ફેકલ્ટી સત્તાધીશોની હોતા હૈ..ચલતા હૈ..જેવી નીતિના કારણે લેબોરેટરીમાં હંગામી કર્મચારીઓની નિમણૂકમાં પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે.

કયા વિભાગની લેબોરેટરીમાં કેટલા કર્મચારીઓ

ડિપાર્ટમેન્ટ ખાલી જગ્યાઓ કાયમી કર્મચારીઓ હંગામી કર્મી

સિવિલ એન્જિનિયરિંગ ૧૦

મિકેનિકલ એન્જિનિયરિંગ ૧૦ -

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ૧૫

મેટલર્જી ૧૦

ટેક્સટાઈલ એન્જિનિયરિંગ ૧૫

ટેક્સટાઈલ કેમેસ્ટ્રી

આર્કિટેકચર

કેમિકલ એન્જિનિયરિંગ ૧૩

એપ્લાઈડ ફિઝિક્સ

એપ્લાઈડ મિકેનિક્સ ૧૦

એપ્લાઈડ મેથેમેટિકસ -

એપ્લાઈડ કેમેસ્ટ્રી

વર્કશોપ ૩૮



Google NewsGoogle News