વડોદરામાં 11 વર્ષની બાળકીને ખોળામાં બેસાડી શારીરિક અડપલા કરતો હતો શિક્ષક, માતાએ કરી ફરિયાદ
Surat Crime News : છેલ્લા કેટલાક સમયથી વડોદરા સહિત રાજ્યભરમાં છેડતી અને દુષ્કર્મની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચકાતો જાય છે. ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં શિક્ષણજગત અને ગુરૂ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસમાં જતી અને ધોરણ છ માં ભણતી બાળકી સાથે ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. જે અંગે બાળકીના માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઇંગ્લીશ મીડીયમમાં ધોરણ છમાં ભણતી 11 વર્ષની બાળકી તરસાલી વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં છેલ્લા એક વર્ષથી ભણવા માટે જતી હતી. ત્રણ દિવસ પહેલા ટ્યુશન ક્લાસના શિક્ષક નીતિન દ્વારા આ બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કરતા શિક્ષક ના કરતુતોની જાણ બાળકીએ ઘરે આવીને માતાને કરી હતી.
જેથી માતાએ આ અંગે ટ્યુશન ક્લાસ પર જઈને અભયમની ટીમને બોલાવી ક્લાસના સંચાલક મિતેશ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માતાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસના સીસીટીવી પણ બંધ છે.
આ પણ વાંચો: AMCનો મોટો નિર્ણય: બાલવાટિકાથી માંડીને ધોરણ 10 સુધી મળશે વિનામૂલ્યે શિક્ષણ, વાલીઓને મોટી રાહત
વડોદરા પોલીસનો સપાટો, એક જ રાતમાં 500 થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી
રાજ્ય પોલીસવાળાએ ગુંડા તત્વો સામે ઝુંબેશ ચલાવવા માટે આદેશ આપ્યા બાદ વડોદરા શહેર પોલીસે સોમવારે રાત્રે તમામ વિસ્તારોમાં એક સાથે અસામાજિક તત્ત્વો ઉપર સપાટો બોલાવ્યો હતો.
અમદાવાદમાં સશસ્ત્ર હુમલાખોરોએ ભય પેદા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ આવા તત્ત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને પગલે સોમવારે રાત્રે વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.
પોલીસે 500 જેટલા અસામાજિક તત્વો તેમજ ગુનાઈત ભૂતકાળ ધરાવતા તત્વોને અટકમાં લીધા હતા. 436 વાહનો ચેક કર્યા હતા જ્યારે, 55 વાહનો ડીટેઇન કર્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે મોડી રાત્રે રઝળપાટ કરતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.