Get The App

વડોદરામાં નવજીવન હાઈસ્કૂલની શિક્ષિકાએ ટીનેજર વિદ્યાર્થીને લાફા અને લાતો મારતા સયાજી હોસ્પિટલમાં દાખલ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
વડોદરામાં નવજીવન હાઈસ્કૂલની શિક્ષિકાએ ટીનેજર વિદ્યાર્થીને લાફા અને લાતો મારતા સયાજી હોસ્પિટલમાં દાખલ 1 - image


Vadodara : વડોદરામાં પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી નવજીવન હાઈસ્કૂલના ટીનેજર વિદ્યાર્થીને ઇંગલિશ મીડીયમ ક્લાસના શિક્ષિકા ચૈતાલીબેને ગઈકાલે 15 થી 20 તમાચા ચોડી દીધા હતા. તેમજ પગમાં લાતો મારી હતી. વિદ્યાર્થીને રાત્રે માથામાં ચહેરા પર દુખાવો થતાં તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું કોર્પોરેશનમાં નોકરી કરું છું અને મારો છોકરો આ સ્કૂલમાં ભણે છે મારા છોકરાને જ શિક્ષકે માર માર્યો છે અન્ય કોઈ વિદ્યાર્થીઓને માર માર્યો નથી. એક મહિનાના સમયગાળામાં બીજી વખત મારા છોકરાને શિક્ષકે માર માર્યો છે. હાલમાં હું સ્કૂલમાં પ્રિન્સિપાલ અને શિક્ષિકાને મળવા માટે જ આવ્યો છું તેઓ શું કહે છે? તે સાંભળ્યા બાદ હું આગળ કાર્યવાહી કરીશ. નવાપુરા પોલીસે હોસ્પિટલ જઈ પુછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

.


Google NewsGoogle News