શિક્ષકે બિલ્ડર ગ્રુપ ભાગીદારીનું કહી મહિલાને ૩.૧૫ કરોડનો ચુનો લગાડયો
રોકાણના બદલામાં દોઢગણા વળતરની લાલચ આપી
વળતરની રકમ આપવાના બદલે જમીન લખી આપી અને બાદમાં તે જમીન અન્યને વેચી મારીથ કડીમાં પણ ૬ વ્યક્તિને ૧૯.૧૭ કરોડમાં નવડાવ્યા
સરગાસણમાં સાગરવિલામાં રહેતા અને અમદાવાદના શાહીબાગમાં વીઆઇપી
પેથોલોજી લેબોરેટરીનું સંચાલન કરતાં નિરૃપાબેન પ્રિતેશભાઇ પટેલ નામના ૪૫ વષય મહિલાએ
નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેસાણાના કડી શહેરમાં રાધે ધરતી સિટીમાં રહેતા કનુભાઇ
ઉર્ફે કનૈયાલાલ મણિલાલ પટેલ,
અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર સુપર બંગ્લોઝમાં રહેતા કનુભાઇ સાકાભાઇ પટેલ અને
સોલમાં સહજ વિલા બંગ્લોઝમાં રહેતા કલ્પેશ ધનજીભાઇ પ્રજાપતિને દર્શાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નિરૃપાબેનના દિયર કડીમાં શિક્ષક
હોય તેના મારફત આરોપી શિક્ષક કનૈયાલાલ અને તેની શિક્ષક પત્ની સુધાબેનના સંપર્કમાં
આવ્યા હતાં. ગત મે ૨૦૨૩માં ઘરે આવીને કનૈયાલાલે તેઓ વિશાખા ગુ્રપમાં બિલ્ડર, ભાગીદાર હોવાનુ
જણાવીને જમીન, ફ્લેટ, પ્લોટની સ્કીમમાં
રોકાણ કરનારને માસિક ૩ ટકા સુધી અને વર્ષમાં દોઢગણા પૈસા પરત કરતા હોવાની લાલચ આપી
રોકાણ કરવા જણાવ્યુ હતું. પોતે શિક્ષક તરીકે રોકાણના નાણાની જવાબદારી લેવાની પણ
વાત કરીને વિશઅવાસ ઉભો કરતાં મહિલાએ તથા તેના સગા અને મિત્રોએ મળીને રૃપિયા ૩.૧૫
કરોડનું રોકાણ કર્યુ હતું અને આ નાણા આરટીજીએસથી ચેકથી આપ્યા હતાં. તેની સામે
પ્રોમીશરી નોટમાં હાથ ઉછીના નાણા મેળવ્યાનું લખી આપ્યુ હતું. પરંતુ મુદત વિત્યે
વળતર કે મુળ રકમ પરત નહીં કરતાં ઉઘરાણી કરી ત્યારે રતનપુર ગામની પોતાની જમીન ગીરવે
લખી આપી હતી. પરંતુ આ જમીન તેણે વેચી મારીને છેતરપિંડી કરી હતી. સીઆઇડી ક્રાઇમ
દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપીે કડીમાં રહેતા અન્ય ૬ વ્યક્તિઓને પણ
રૃપિયા ૧૯.૧૭ કરોડનો ચુનો લગાડયાનું જણાવાયું છે.