Get The App

રૃા.પપ હજારની લાંચ કેસમાં શિક્ષક અને તેના પુત્રને સાત વર્ષની કેદ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
રૃા.પપ હજારની લાંચ કેસમાં શિક્ષક અને તેના પુત્રને સાત વર્ષની કેદ 1 - image


શિક્ષકની બદલીના હુકમની અમલવારી માટે

આરોપી રોશન પટેલ દ્વારકા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતારાજકોટની ખાસ અદાલતનો ચુકાદો

રાજકોટ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં રોશન પટેલ અને તેના પુત્ર જીનલને રૃા. પપ હજારની લાંચ લેવાના કેસમાં રાજકોટની ખાસ અદાલતના  જજ વી.કે.ભટ્ટે તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.

આ કેસની વિગત એવી છે કે ફરિયાદી વ્રજેશભાઈ અજુડીયાએ ગઈ તા.૧૯-૧ર-ર૦૧૯ના રોજ એસીબીમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેનની શિક્ષક તરીકે જામનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પરંતુ આ બદલીના હુકમની અમલવારી થતી ન હતી. જેને કારણે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા ગયા હતા. તે વખતે કચેરીની બહાર જામનગર જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી રોશન જશુભાઈ પટેલ મળ્યા હતા.

જેણે બદલીના હુકમની અમલવારી કરાવી આપવા માટે રૃા.પપ હજારની લાંચની માગણી કરી હતી. એટલું જ નહીં તેની પાસેથી આ રકમ મેળવવા માટે તેના પ્રાઈવેટ ટયુશન કલાસ ખાતે  પોતાના પુત્ર જીનલને મોકલ્યો હતો. જે એસીબીની ટ્રેપ દરમિયાન રૃા.પપ હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. એસીબીએ તપાસના અંતે આરોપી પિતા-પુત્ર સામે ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી પિતા-પુત્રને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા અને રૃા.૪.પ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા. 

rajkotked

Google NewsGoogle News