જનસેવા કેન્દ્રો પર ટાઉટો બિન્ધાસ્ત : ઉધના, મજુરા કેન્દ્ર બહાર પૈસા ખંખેરતા બે ઝડપાયા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
જનસેવા કેન્દ્રો પર ટાઉટો બિન્ધાસ્ત : ઉધના, મજુરા કેન્દ્ર બહાર પૈસા ખંખેરતા બે ઝડપાયા 1 - image


- આવકના દાખલા વચ્ચે લાંબી કતારોમાં ઉભેલા લોકો પાસે રૃપિયા પડાવતા હતા : બંને ઝડપી ઉમરા પોલીસને જાણ કરાઇ

        સુરત

આવકના દાખલા સહિત જરૃરી સર્ટિફિકેટ માટે જનસેવા કેન્દ્રો પર લાબી લાઇનો થતા ટાઉટોની સક્રિય થયેલી ટોળકી વિદ્યાર્થીઓ અને વાલીઓ સર્ટિફિકેટના નામે રૃપિયા ઉધરાવતા હોવાની ઉઠેલી ફરિયાદના પગલે તપાસમાં બે શંકાસ્પદ વ્યકિતને ઝડપીને કાયદેસરના પગલા લેવા માટે ઉમરા પોલીસ માં જાણ કરી હતી.

ઉચ્ચ અભ્યાસક્રમ માટે ફોર્મ ભરવાની પ્રકિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. બીજી તરફ નમો લક્ષ્મી યોજના અને અન્ય જરૃરિયાતમંદો આવક સહિતના દાખલા માટે ધસારો કરતા પુણાને બાદ કરતા અન્ય જનસેવા કેન્દ્રો પર પણ લાઇનો ખડકાઇ રહી છે. આ લાઇનો વચ્ચે જનસેવા કેન્દ્વોની બહાર એક ચોક્કસ ટાઉટોની ટોળકી સક્રિય થઇ ગઇ છે. આ ટોળકી સર્ટિફિકેટ લેવા આવનાર વિદ્યાર્થી અને વાલીઓ પાસે ફોર્મ ભરાવાથી લઇને દાખલો કાઢી આપવા સુધીની કામગીરી કરવાના બહાને મસમોટી રકમ ખંખેરી રહી છે.

 જિલ્લા કલેકટરને ફરિયાદ થતા મજુરા અને ઉધના મામલતદારને તપાસ કરી કાર્યવાહી સૂચના અપાઇ હતી. અધિકારીઓએ જનસેવા કેન્દ્રો પર જઇને તપાસ કરતા બે શંકાસ્પદ વ્યકિત રમેશ ઠાકરશી દેસાઇ અને ઉમાકાન્ત રમેશ કોથળે પકડાયા હાત. પકડાતા બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસને પત્ર લખતા કાયદેસરની કાર્યવાહી થઇ રહી છે. સીટી પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારીએ જણાવ્યું હતું કે, જનસેવા કેન્દ્રોની બહાર પૈસા ખંખેરવા પ્રયાસ કરનારા સામે ફોજદારી કાર્યવાહી થસે.


Google NewsGoogle News