TAT અને TETના ઉમેદવારો આવતીકાલે ગાંધીનગરમાં નાખશે ધામા, 5 પડતર માંગો સાથે આંદોલનની ચિમકી
Protest in Gandhinagar: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ વધુ એકવાર પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્ત્વના સાત પ્રશ્નો સંતોષવાની માગ સાથે સોમવારે 24 તારીખે ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવા અપીલ કરી છે.
TAT અને TETના ઉમેદવારોએ ફરી એકવાર આંદોલનનું રણશિંગૂ ફૂંક્યું છે. આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીને સોમવારે રાજ્યભરમાંથી TET-TAT પાસ ઉમેદવારો ઉમટશે. મહત્વના 5 પડતર પ્રશ્નોની માંગ સાથે આંદોલન પર ઉતરશે. આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પુરૂ કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. આવતીકાલે 12 વાગે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશિંગૂ ફૂંકશે.
શું છે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ
શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.
અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.