Get The App

દાદી, માતા, કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત બાદ વઢવાણના તાંત્રિક ભૂવાનું મોત

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
દાદી, માતા, કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત બાદ વઢવાણના તાંત્રિક ભૂવાનું મોત 1 - image


- રિમાન્ડ દરમિયાન ભૂવાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

- સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, અંજાર, વાંકાનેર, અસલાલી સહિત 12 વ્યક્તિઓની તાંત્રિક ભૂવાએ હત્યા કરી હોવાની કેફીયત ઃ હત્યા માટે ઉપયોગમાં લીધેલું સોડિયમ નાઈટ્રેટ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી ખરીદતો હતો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના વઢવાણ નિવાસી તાંત્રિક ભૂવા નવલસિંહ ચાવડાએ દાદી, માતા અને કાકા સહિત ૧૨ વ્યક્તિની હત્યા કરી હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. ભૂવાની લોકઅપમાં તબીયત લથડતા અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અંતે મોત થયું છે.

આ અંગે સરખેજ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તા.૦૩ ડિસેમ્બરના રોજ અમદાવાદના એક ઉદ્યોગપતિ અભીજીતસિંહ રાજપૂતને તાંત્રીક વીધી જાણતો હોવાનું જણાવી ચારગણા રૂપિયા આપવાની લાલચ આપી હત્યાનો પ્લાન ઘડયો હતો. પરંતુ સફળતા મળે તે પહેલા જ તાંત્રીક ભુવા નવલસિંહ ચાવડાને પોલીસે ઝડપી લીધો હતો અને કોર્ટ સમક્ષ રજુ કરતા ૧૦ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર થયા હતા જે રીમાન્ડ દરમ્યાન ભુવા નવલસિંહે તાંત્રીક વીધીના બહાને કુલ ૧૨ વ્યક્તિની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી જેમાં રાજકોટના પડધરીમાં-૩, સુરેન્દ્રનગરમાં -૩, વાંકાનેરમાં-૧, અંજારમાં-૧ અને અસલાલીમાં-૧ વ્યક્તિ અને પોતાના પરિવારના દાદી, માતા અને કાકા સહિત કુલ ૧૨ વ્યક્તિની હત્યાની કબુલાત કરી હતી.

૨૦૨૩માં ચાવડા પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી. જે બાદ તેમના મૃતદેહને દૂધરેજ નહેરમાં ફેંકી દીધા હતા. સુરેન્દ્રનગર પોલીસે તેને સામૂહિક આત્મહત્યાનો મામલો ગણ્યો હતો. તેણે દીપેશ પાટડીયા, તેની પત્ની તથા પુત્રી ઉત્સવીની હત્યા કરી હતી. પાટડીયા પરિવાર પણ ચાવડાને ઓળખતો હતો. પરિવારે અંતિમ કાલ આરોપીને કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસે ચાવડાની પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. 

 જે મામલે તપાસ અર્થે સરખેજ પોલીસ ટીમ દ્વારા ગત તા.૦૫ ડિસેમ્બરના રોજ ભુવા નવલસિંહને વઢવાણ ખાતે તેના નિવાસ સ્થાને તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો અને મોડીસાંજ સુધી તપાસ હાથધરી હતી. જે દરમ્યાન લોકઅપમાં અચાનક ભુવાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં અમદાવાદ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન જ ભુવાનું મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ એક લેબોરેટરીમાંથી સોડીયમ નાઈટ્રેટ ખરીદતો હોવાનું સામે આવ્યું

મૃતક ભુવા નવલસિંહની રીમાન્ડ દરમ્યાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં હત્યામાં ઉપયોગમાં લેવામાં આવતું સોડીયમ નાઈટ્રેટ સુરેન્દ્રનગર શહેરના સ્મશાન રોડ પર આવેલ કિરણ લેબોરેટરીમાંથી કોઈ બહાને ખરીદતો હોવાનું પણ સામે આવ્યું છે જે દિશામાં પણ સરખેજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

તાંત્રિક ભૂવા નવલસિંહના મૃત્યુ બાદ સરખેજ પોલીસ નિવેદનોના આધારે તપાસ હાથ ધરશે

રીમાન્ડ દરમ્યાન ભુવા નવલસિંહે ૧૨ વ્યક્તિની હત્યાની કબુલાત કરી હતી પરંતુ ભુવાનું મોત નીપજતા તપાસ કરનાર પોલીસ ટીમ સામે વધુ એક પડકાર સામે આવ્યો છે જેમાં હત્યાનો ભોગ બનનારના પરિવારજનો નિવેદનના આધારે વધુ તપાસ હાથધરશે તેમ પાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મૃત્યુ નીપજેલ ભુવા પાણી અથવા દારૂમાં સોડીયમ નાઈટ્રેટ મીક્ષ કરી પીવડાવ્યા બાદ છેતરપિંડી આચરતો હતો

જ્યારે મૃત્યુ પામેલ ભુવા નવલસિંહની રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા લોકોને ટાર્ગેટ બનાવવામાં માટે સોડીયમ નાઈટ્રેટને પાણી અથવા દારૂમાં મીક્ષ કરી આપતો હતો જેથી તે વ્યક્તિનું ૨૦ થી ૨૫ મીનીટમાં જ મોત નીપજતું હતું તેમજ હાર્ટએટેક આવી જતો હતો અને ત્યારબાદ રૂપિયા પડાવી લેતો હોવાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.


Google NewsGoogle News