ભાવનગર-ધોલેરા હાઇવે રોડ પર પીકઅપ અને ટેન્કર અથડાતા ટેન્કર ચાલકનું મોત
- પીકઅપ ત્રાપજથી વાસંદા તરફ જતું હતું
- અકસ્માત સર્જાતા પીકઅપ પલટી મારી ગયું હતું, 2 વ્યક્તિનો બચાવ થયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઈ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરના ચારેક વાગયા ના સુમારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ગામેથી મુકેશભાઈ અમરતભાઈ ભોયા ( રહે. વાસંદા નાની ભમતી જી.નવસારી )અને તેમના શેઠ અલ્પેશભાઈ રાજુભાઇ આહીર બોલેરો પીકઅપ ગાડી રજી નંબર જીજે ૦૫ - સીયુ-૧૬૮૬ મા ડુંગણીના રોપા ભરીને વાસંદા ખાતે જવા માટે નિકવ્યાં હતા.અને મુકેશભાઈ ડ્રાઇવીંગ કરતો કરતા હતા. તથા મારા શેઠ મારી સાજના આશરે સાડા સાતેક વાગયાના સુમારે ભાવનગર-ધોલેરા હાઇવે રોડ ઉપર હેબતપુર ગામના પાટિયા નજીક બોલેરો પીકઅપ ગાડીની સાઇડમા જતા હતા તેવામાં ધોલેરાથી એક ટ્રેન્કર જીજે ૧૨ આરટી ૯૯૭૯ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોગ સાઇડમા આવી બોલેરો પીકઅપના ડ્રાઇવર સાઇડ ભટકાડી બોલેરો પીકઅપને પલટી ખવરાવી દેતા ચાલક મુકેશભાઈ અને તેમના શેઠ અલ્પેશભાઈ રાજુભાઇ આહીરને ગંભીર ઈજા થતાં પીકઅપમાથી ટેન્કર પાસે જઈ જોયું ત્યારે ટેન્કર ચાલક ટેન્કર ની કેબિનમાં બેભાન અવસ્થામાં હતો.દરમિયાનમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન દ્વારા જાણ કરવામાં આવતા તુરંત જ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટેન્કરની કેબિનમાં રહેલા ટ્રક ચાલક જપાલસિંહ ભુરસિંહ ચૌહાણ (રહે બુરાર પુઠિયા તા.ભીમ જી.રાજસંમદ રાજસ્થાન)ને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવ સંદર્ભે મુકેશભાઈએ ધોલેરા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.