તળાજા ન.પા.ની ચૂંટણી : ભાજપના ગઢમાં ગાબડા, બે ટર્મના પ્રમુખ હાર્યા
- સતત ચોથી વખત ભાજપને સત્તારૂઢ થવા જનાદેશ
- રોડ-રસ્તા, ગટર, સફાઈના પ્રશ્નોને લઈ મતદારોએ રોષ ઠાલવ્યો પણ કમળનું જ બટન દબાવ્યું, વોર્ડ નં.૪માં બેની બદલે ત્રણ મહિલા વિજેતા : વોર્ડ નં.૫માં ભાજપ-કોંગ્રેસે રિ-કાઉન્ટીંગની માંગ પાછી ખેંચી
તળાજા નગરપાલિકાના શાસનમાં વર્ષ ૨૦૨૩માં પ્રથમ વખત કમળ ખીલતા ભાજપનો પાયો નંખાયો હતો. ત્યારબાદથી તળાજા પાલિકામાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જે સિલસિલો આ વખતે પણ જાળવવામાં ભાજપ સફળ રહ્યું છે. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં ૧૭ બેઠક સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. તો ગત ટર્મ કરતા કોંગ્રેસને એક બેઠકનું નુકશાન થતાં ૧૧ બેઠકમાં સમેટાઈ છે. ચૂંટણી સમયે રોડ-રસ્તા, ગટર અને સફાઈના પ્રશ્નો મહત્વના હતા. પ્રચાર કરવા જતાં ઉમેદવારોને મતદારોનો રોષ પણ સાંભળવો પડયો હતો. તેમ છતાં અંતે તો મતદારોએ કમળનું જ બટન દાબી ભાજપને ફરી સત્તારૂઢ થવા જનાદેશ આપ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડયું છે. જેના કારણે ભાજપને વોર્ડ નં.૧ અને ૭માં જ પેનલ વિજયીનો સ્વાદ ચાખવા મળ્યો હતો. જ્યારે વોર્ડ નં.૨ અને ૩માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. ૨૮ સભ્યોમાં મહિલાની બહુમતી થઈ છે. વોર્ડ નં.૪માં બેના બદલે ત્રણ મહિલા ચૂંટાઈ આવ્યા છે. તો બે ટર્મ સુધી પ્રમુખની સત્તા ભોગવનાર સરવૈયા હાર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પરિણામ જાહેર થયા બાદ હવે પાલિકાના પ્રમુખનો તાજ કોના શિરે મુકાશે ? તેની ચર્ચાઓએ પણ જોર પકડયું છે. વિજય સરઘસમાં હાજર રહેલા ભાજપ જિલ્લા અધ્યક્ષ આર.સી. મકવાણાએ પ્રમુખની વરણી અંગે ફોડ પાડયો હતો કે, પાર્ટી-મોવડી મંડળની સુચના આવ્યે જેમનું નામ સુચવવામાં આવશે તેની પ્રમુખ તરીકે વરણી કરાશે તેમ ઉમેર્યું હતું. કોંગ્રેસને ૧૧ બેઠક મળી હોવા છતાં મોટું અને વધુ વિસ્તાર આવરી લેતું વિજય સરઘસ કાઢ્યું હતું. સાતેય વોર્ડમાં નોટામાં કુલ ૧૦૫ મત પડયા છે. તેમાં સૌથી વધુ વોર્ડ નં.૭માં ૧૯ મતદાતાએ એકેય ઉમેદવારને ન સ્વીકારી નોટાને મત આપવાનું પસંદ કર્યું હતું. વોર્ડ નં.૫ના આંકડાઓને લઈ ભાજપ અને કોંગ્રેસે રિ-કાઉન્ટીંગ માંગ્યું હતું. જો કે, બાદમાં બન્નેએ આંકડાઓ નો તાળો મળી જતા રિ-કાઉન્ટીંગની માંગણી પરત ખેંચી હતી.
તળાજા પાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ઉંચડી અને નવા-જૂના રાજપરા સીટને ભાજપે જાળવી રાખી છે. ઉંચડી બેઠક પર ચાર ઉમેદવાર વચ્ચે જંગ હતો. જ્યારે રાજપરા બેઠક પર ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જશે તેવું જણાઈ રહ્યું છે.
સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો
વોર્ડ નં. |
વિજેતા
ઉમેદવાર |
પક્ષ |
મળેલા મત |
૧ |
ઈન્દુબેન
ચૌહાણ |
ભાજપ |
૧૦૯૭ |
૧ |
બીનાબા
વાળા |
ભાજપ |
૧૨૪૦ |
૧ |
ધર્મેન્દ્રસિંહ
વાળા |
ભાજપ |
૧૧૮૪ |
૧ |
યશરાજસિંહ
વાળા |
ભાજપ |
૧૦૫૪ |
૨ |
માનાબેન
ચૌહાણ |
કોંગ્રેસ |
૯૪૬ |
૨ |
રાધિકાબેન
સરવૈયા |
કોંગ્રેસ |
૮૭૮ |
૨ |
ફિરોઝભાઈ
દસાડિયા |
કોંગ્રેસ |
૯૩૫ |
૨ |
ઉસ્માનગની
તૈબાણી |
કોંગ્રેસ |
૯૨૦ |
૩ |
સારીકાબેન
ચૌહાણ |
કોંગ્રેસ |
૧૨૪૯ |
૩ |
શાહીનબાનુ
ગીગાણી |
કોંગ્રેસ |
૧૩૬૨ |
૩ |
ઈર્શાદભાઈ
મલીક |
કોંગ્રેસ |
૧૫૩૯ |
૩ |
દાઉદભાઈ
નાગરિયા |
કોંગ્રેસ |
૧૪૭૪ |
૪ |
ભાવનાબેન
ભાલિયા |
ભાજપ |
૧૦૦૦ |
૪ |
હેતલબેન
રાઠોડ |
ભાજપ |
૮૫૧ |
૪ |
હરેશભાઈ
મેર |
ભાજપ |
૯૦૧ |
૪ |
લાભુબેન
બારૈયા |
કોંગ્રેસ |
૮૨૪ |
૫ |
તેજલબેન
પરમાર |
ભાજપ |
૧૦૧૬ |
૫ |
તેજસ્વીબા
ગોહિલ |
કોંગ્રેસ |
૯૯૨ |
૫ |
હરેશભાઈ
બારૈયા |
ભાજપ |
૯૩૨ |
૫ |
પ્રદીપસિંહ
ગોહિલ |
ભાજપ |
૧૦૧૭ |
૬ |
કાંતાબેન
પરમાર |
ભાજપ |
૮૧૮ |
૬ |
નિશાબેન
જોષી |
ભાજપ |
૮૬૦ |
૬ |
મહેન્દ્રસિંહ
સરવૈયા |
ભાજપ |
૯૮૯ |
૬ |
જીલુભાઈ
ભમ્મર |
કોંગ્રેસ |
૯૧૦ |
૭ |
કસુબેન
ડાભી |
ભાજપ |
૧૪૭૩ |
૭ |
અશરફબાનુ
પીરાણી |
ભાજપ |
૧૪૨૦ |
૭ |
અયાન
ભુરાણી |
ભાજપ |
૧૪૫૧ |
૭ |
અકરમ
ભુરાણી |
ભાજપ |
૧૪૪૨ |