Get The App

વેપારી પાસે 37 ફ્લેટના રૂ.5.10 કરોડ લઈને માત્ર સાત ફ્લેટના દસ્તાવેજ કરી ધમકી

આસ્થા એન્ટરપ્રાઈઝના મામા-ભાણેજ સહિત ચાર ભાગીદાર સામે ફરિયાદ : બે વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કર્યો નહીં, જેમતેમ સાત ફ્લેટના દસ્તાવેજ કર્યા બાદ ધમકી આપી અને બાદમાં તમામ ફ્લેટ બારોબાર વેચી દીધા

ઉત્રાણના વેપારીની સોસાયટીમાં રહેતા ત્રણ બિલ્ડરે ભક્તિ હાઈટસમાં મોટી સંખ્યામાં ફ્લેટ બુક કરાવશો તો ફાયદો થશે કહી બુકીંગ કરાવ્યું હતું

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
વેપારી પાસે 37 ફ્લેટના રૂ.5.10 કરોડ લઈને માત્ર સાત ફ્લેટના દસ્તાવેજ કરી ધમકી 1 - image


- આસ્થા એન્ટરપ્રાઈઝના મામા-ભાણેજ સહિત ચાર ભાગીદાર સામે ફરિયાદ : બે વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કર્યો નહીં, જેમતેમ સાત ફ્લેટના દસ્તાવેજ કર્યા બાદ ધમકી આપી અને બાદમાં તમામ ફ્લેટ બારોબાર વેચી દીધા

- ઉત્રાણના વેપારીની સોસાયટીમાં રહેતા ત્રણ બિલ્ડરે ભક્તિ હાઈટસમાં મોટી સંખ્યામાં ફ્લેટ બુક કરાવશો તો ફાયદો થશે કહી બુકીંગ કરાવ્યું હતું


સુરત, : સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા અને માંગરોળ હથુરણમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવતા મૂળ ભાવનગરના વેપારી પાસે મોટી સંખ્યામાં ફ્લેટ લેશો તો ફાયદો થશે કહી કોસાડ સ્થિત ભક્તિ હાઈટસમાં 37 ફ્લેટનું બુકીંગ કરાવી રૂ.5.10 કરોડ લઈ માત્ર સાત ફ્લેટના દસ્તાવેજ કરી બાદમાં બાકીના ફ્લેટનો દસ્તાવેજ કરી આપવાને બદલે ધમકી આપનાર આસ્થા એન્ટરપ્રાઈઝના મામા-ભાણેજ સહિત ચાર ભાગીદાર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.

ઈકો સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર જેસરના દેપલા ગામના વતની અને સુરતમાં ઉત્રાણ મારવેલ લકઝુરીયા ફ્લેટ નં.એ/702 માં રહેતા 47 વર્ષીય રમેશકુમાર માવજીભાઈ ધોળીયા સુરત જીલ્લાના માંગરોળ સ્થિત હથુરણમાં ફોરક્યુબ ઈન્ડસ્ટ્રીઝના નામે એલ્યુમિનિયમ પ્રોડક્ટસ બનાવે છે.હાલમાં બાંધકામને લગતું પણ કામ કરતા રમેશકુમારને તેમની જ સોસાયટીમાં રહેતા અને આસ્થા એન્ટરપ્રાઈઝના નામે બાંધકામનું કામ કરતા ભાગીદારો રાજેશભાઇ કાળુભાઈ શીરોયા ( રહે.બી/301, મારવેલ લક્ઝુરીયા, ઉત્રાણ, સુરત ), અલ્પેશભાઈ કેશવભાઈ બાંભરોલીયા ( રહે.બી/101, મારવેલ લકઝરીયા, ઉત્રાણ, સુરત ) અને લક્ષ્મીદાસ ઉર્ફે લખન બાલુભાઈ વેકરીયા ( રહે.બી/103, મારવેલ લકઝુરીયા, ઉત્રાણ, સુરત ) તેમજ લક્ષ્મીદાસ ઉર્ફે લખન વેકરીયાના ભાણેજ કેતનભાઈ મધુભાઈ સાવલીયા ( રહે.ઈ/303, શાલીગ્રામ સ્ટેટસ, મારવેલ લક્ઝુરીયાની સામે, વીઆઈપી સર્કલ, ઉત્રાણ, સુરત ) એ તેમના કોસાડ સ્થિત ભક્તિ હાઈટસ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં ફ્લેટ લેશો તો ફાયદો થશે કહી બુકીંગ કરવા કહેતા રમેશકુમારે પોતાના અને સંબંધીઓના કુલ 37 ફ્લેટ બુક કરાવ્યા હતા.

વેપારી પાસે 37 ફ્લેટના રૂ.5.10 કરોડ લઈને માત્ર સાત ફ્લેટના દસ્તાવેજ કરી ધમકી 2 - image

તે માટે તેમણે આસ્થા એન્ટરપ્રાઈઝના ભાગીદારોને રૂ.5.10 કરોડ ચૂકવ્યા હતા.આસ્થા એન્ટરપ્રાઈઝના ભાગીદારોએ બે વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાની ખાતરી આપી હતી.જોકે, પ્રોજેક્ટ પૂરો થયો નહોતો.તેમણે રમેશકુમારને 37 ફ્લેટમાંથી 30 ફ્લેટની જ ડાયરી લખી આપી હતી,આથી રમેશકુમારે મહામુસીબતે સાત ફ્લેટના દસ્તાવેજ કરાવ્યા હતા,જયારે બાકીના ફ્લેટનોના ચારેયે દસ્તાવેજ કરી આપવાને બદલે ધમકી આપી હતી કે ફ્લેટોના દસ્તાવેજ પણ નહીં થાય અને પૈસા પણ પાછા નહીં મળે.જો હવે ઉઘરાણી કરી છે તો એપાર્ટમેન્ટમાં રહેવું ભારે થઈ પડશે.ફ્લેટ માટે હવે વાત પણ નહીં કરતો.બધા ફ્લેટ અમે બીજાને વેચી પણ દીધા છે.તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડ.અમારે રોજ બધા અધિકારીઓ સાથે જ ઉઠવા બેસવાનું છે.અમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરશે.મામા-ભાણેજ સહિત ચારેય ભાગીદારોએ કરેલી છેતરપિંડી અંગે રમેશકુમારે ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી હતી.વધુ તપાસ પીએસઆઈ યુ.બી.સોલંકી કરી રહ્યા છે.


Google NewsGoogle News