તખ્તેશ્વર ફિલ્ટરમાં આજથી મરામત, પાણી વિતરણના સમયમાં ફેરફાર
- ઇએસઆર 1 અને 2 માં 15 દિવસ મરામત કામગીરી ચાલશે
- કાળુભા રોડ, સત્યનારાયણ રોડ,નાનભા વાડી ગુલિસ્તા, વિદ્યાનગર, સહિતના વિસ્તારમાં 15 દિવસ માટે સવારના બદલે બપોરે અથવા સાંજે પાણી વિતરિત થશે
ભાવનગર મહાનાગરપાલિકા સંચાલિત તખ્તેશ્વર ફિલ્ટર ખાતે આવેલ ઈ.એસ.આર.-૧ અને ઈ.એસ.આર-૨ની તા.૧૨થી ૨૬ ફેબૂ્ર. સુધી મરામત કામગગીરી ચાલશે. સતત ૧૫ દિવસ સુધી ચાલનારી કામગીરી વચ્ચે શહેરીજનોને પાણીકાપ ભોગવવો ન પડે તે માટે મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આ ૧૫ દિવસ પુરતો પ્ણી વિતરણના સમયમાં ફેરફાર કર્યો છે.જેમાં કાળુભા રોડ વિસ્તાર, શીતલ ફલેટ, રવિ એપાર્ટમેન્ટ, આરતી પેલેસ, સુખશાંતિ કોમ્પ્લેક્ષ, સત્યનારાયણ રોડ, નાનભા વાડીનો તમામ વિસ્તાર, ડો.જયેશભાઈ પંડયા વાળો રોડ, શિલ્પીનગર તથા બારસો મહાદેવની વાડી પાસેનો તમામ વિસ્તારનો હાલમાં પાણી સપ્લાય સવારે ૦૮.૧૫ થી ૦૯.૧૫ દરમિયાન આપવામાં આવતો તે હવેથી સાંજે ૦૭.૧૫ થી ૮.૦૦ દરમિયાન આપવામાં આવશે. ઉપરાંત ગુલીસ્તા મેદાન સામેનો વિસ્તાર, વડોદરીયા સર્કલ સુધીનો વિસ્તાર, હોટલ સંકલ્પ પાસેનો વિસ્તાર, અંજલી સોસાયટી, નીતાપાર્ક, એન.સી.સી.ઓફિસ આજુબાજુનો વિસ્તારનો હાલમાં પાણી સપ્લાય સવારે ૦૮.૧૫ થી ૦૯.૧૫ દરમિયાન આપવામાં આવતો તે હવેથી સાંજે ૦૪.૪૫ થી ૦૫.૩૦ દરમિયાન આપવામાં આવશે, જયારે ડો.ભીમાણીવાળો વિસ્તાર, બહેરા મુંગા સ્કુલ આજુબાજુનો વિસ્તાર, તખ્તેશ્વર ફિલ્ટર પાછળનો વિસ્તાર, વિશુધાનંદ વાળો વિસ્તારનો હાલમાં પાણી સપ્લાય સવારે ૦૬.૪૫ થી ૦૭.૩૦ દરમિયાન આપવામાં આવતો તે હવેથી સાંજે ૦૫.૧૫ થી ૦૬.૧૫ દરમિયાન આપવામાં આવશે.
ઉપરાંત ડી.એસ.પી.ના બંગલા સુધીનો વિસ્તાર, વિદ્યાનગર રો-વોટર પમ્પ આજુબાજુનો વિસ્તાર, ગૌમુખી સોસાયટીનો હાલમાં પાણી સપ્લાય સવારે ૦૭.૩૦ થી ૦૮.૧૫ દરમિયાન આપવામાં આવતો તે હવેથી સાંજે ૦૬.૧૫ થી ૦૭.૧૫ દરમિયાન આપવામાં આવશે તેમજ ઘાસનો દંગો, કલ્પના ફ્લેટ, વિદ્યાનગર પોસ્ટ ઓફિસ આજુબાજુનો વિસ્તાર, શાંતિશીલ્પ ફ્લેટનો હાલમાં પાણી સપ્લાય સવારે ૦૮.૧૫ થી ૦૯.૦૦ દરમિયાન આપવામાં આવતો તે હવેથી સાંજે ૦૭.૧૫ થી ૦૮.૧૫ દરમિયાન આપવામાં આવશે.