વડોદરામાં પહલગામની ઘટનાના બાદ તંત્ર એલર્ટ : રેલ્વે સ્ટેશન પર સ્નીફર ડોગ સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું
Vadodara : જમ્મૂ કશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. દેશના તમામ મહત્વના રાજ્યો અને શહેરો માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પણ પોલીસ દ્વારા સ્નીફર ડોગ સાથે રાખી ભીડભાડ વાળી જગ્યાઓ તેમજ ટ્રેનમાં સર-સામાનનું ચેકીંગ હાથ ધરાયુ હતું.
જીઆરપી વડોદરા, સ્થાનિક પોલીસ ,એસ.ઓ.જી સ્ટાફ, એનડી પીએસ ડોગ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પર ભીડભાડ વાળી જગ્યાઓ તેમજ ટ્રેનમાં સર-સામાનનું ચેકીંગ કરાયું હતું. વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પેસેન્જરોની અને ભીડ-ભાડવાળી જગ્યાઓ, ,પોસ્ટ ઓફિસ,વેઇટિંગ રૂમ જેવી જગ્યાઓએ સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી,આ ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગ રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.