Get The App

સ્વામીનારાયણ સંપ્રદાયના નિરંજન સ્વામીએ નિવેદન આપતાં તો આપી દીધું, વિરોધ વધતાં જ માફી માંગી

સનાતની સંતોમાં રોષ ફેલાતા જ નિરંજન સ્વામીએ નિવેદન આપવા મુદ્દે માફી માંગી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સ્વામીનારાયણ સંપ્રદાયના નિરંજન સ્વામીએ નિવેદન આપતાં તો આપી દીધું, વિરોધ વધતાં જ માફી માંગી 1 - image



રાજકોટઃ (Swaminarayan)ગુજરાતમાં સાળંગપુર ધામમાં હનુમાનજીની વિરાટ મૂર્તિમાંથી ભીંતચિત્રો હટાવી લીધા બાદ વિવાદ હજી વધી રહ્યો છે. (Niranjan swami) સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો દ્વારા (apologizing)વારંવાર વિવાદિત નિવેદનો સામે આવતાં સનાતન ધર્મના સંતોમાં રોષ ફેલાયો છે. જસદણમાં નિરંજન સ્વામીએ પહેલાં બફાટ કર્યો હતો અને હવે માફી પણ માંગી લીધી છે. 

ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું

પ્રાપ્ત વિગતો પ્રમાણે જસદણ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ બે દિવસ પહેલા સભામાં હિન્દુ દેવતાઓને લઈ નિવેદન આપ્યું હતું. નિરંજન સ્વામીએ સભામાં નિવેદન આપ્યું હતું કે, ગુરૂ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમનાં દર્શન માટે જુરતા હોય છે. એમનાં દર્શન કરીને આનંદ-પુલકીત થાય છે. એમનાં ઉપર ચંદન ફૂલોની વર્ષા કરે છે. આ નિવેદન બાદ વિરોધ વધતાં તેમણે માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, આવેશમાં આવી કંઈ પણ બોલ્યો હોઉં તો માફી માંગુ છું. દેવી દેવતાઓ માટે કંઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું. 

સનાતન ધર્મના સંતોમાં રોષ ફાટી નીકળ્યો

આ નિવેદન બાદ સનાતન ધર્મના સંતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યોર્તિનાથ મહારાજે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કરવામાં આવેલો બફાટ યોગ્ય નથી. બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું. 


Google NewsGoogle News