mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

લંપટ સાધુઓ: ગિફ્ટના બહાને યુવતી પર આચર્યું દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ; હરિભક્તોમાં ભારે આક્રોશ

Updated: Jun 16th, 2024

Wadi Swaminarayan temple


Swaminarayan Saint Against Police complaint: વડોદરામાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી, એ.પી. સ્વામી અને કે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હરીભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી જૂન) ગઢડા મંદિર ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા લંપટ સંતો સામે બેનરો લગાવી સુત્રોચાર કર્યા હતા. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માગ કરવામાં આવી હતી.

હરિભક્તોમાં ભારે આક્રોશ 

ત્રણ લંપટ સાધુ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને લઈને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા. આ હરિભક્તોની એક જ માંગ છે કે, 'ગુનામાં સંકળાયેલા સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેઓને જેલની સજા થાય અને પીડિતને ન્યાય મળવો જોઈએ.'

જાણો શું સમગ્ર મામલો

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 'વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરે બોલાવી હતી. ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.' 

બીજી તરફ ઉપલેટાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા હતી. આ મામલે ભાયાવદર પોલીસે ફરાર ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat