વડોદરાઃસુંદરપુરા રોડ પરની સોસાયટીમાં બે શ્વાનના શંકાસ્પદ મોત,મારી નાંખ્યાની આશંકા
વડોદરાઃ વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે શ્વાનના ભેદી સંજોગોમાં મોત નીપજતાં જીવદયા કાર્યકરોએ આઘાતની લાગણી અનુભવી છે.
વડોદરાથી પોર જવાના માર્ગે સુંદરપુરા નજીક આવેલી રોઝડેલ કાઉન્ટીમાં એક પછી એક બે શ્વાન મૃત હાલતમાં મળતાં રહીશો ભેગા થઇ ગયા હતા.બંને શ્વાન આગલા દિવસે સાંજ સુધી બિન્ધાસ્તથી ફરતા હતા અને સવારે બંનેના મોત થતાં તેમને કાંઇ ખવડાવીને મારી નાંખવામાં આવ્યા હોવાની લોકોમાં દહેેશત વ્યક્ત થઇ રહી છે.
બનાવન જીવદયા કાર્યકરોને જાણ કરાતાં તેમણે બંને શ્વાનને પોસ્ટમોર્ટમ માટે ભૂતડીઝાંપા ખાતેના પશુપાલન દવાખાને લઇ ગયા હતા.પશુપાલન વિભાગના ડો.વિમલ પટેલે કહ્યું હતું કે,બંને શ્વાનના અવયવ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.તેના રિપોર્ટ પછી કારણ જાણી શકાશે.