લાંચ કેસમાં સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ 3 માસ બાદ ઝડપાયો
- હેડ કોન્સ્ટેબલનાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા
- નિલમબાગ પોલીસ મથકમાં થયેલી અરજીમાં હેરાન નહીં કરવા માટે રૂ. 70 હજારની લાંચ માંગી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ત્રણ માસ પૂર્વે ફરીયાદી વિરુદ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજી કરી હતી. તે અરજી અન્વયે હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત, નિલમબાગ પોલીસ સ્ટેશને ફરીયાદીને જવાબ લખાવવા માટે બોલાવ્યા હતા.વિરભદ્રસિંહે ફરીયાદીને ગુનો દાખલ કરવાની ધમકી આપી કોઇ હેરાનગતી નહી કરવાનાં બદલામાં ફરિયાદી પાસેથી રૂ.૭૦,૦૦૦ વ્યવહાર પેટે લેવાનું નક્કી થયેલ હતું.૨૦ હજાર ગૂગલ પે દ્વારા આપી દીધા હતા.દરમિયાનમાં બાકી નાં રૂ.૫૦,૦૦૦ માટે વચેટિયા જિતેન્દ્ર અરવિંદભાઇ દવે સતત ઉઘરાણી કરતાં હતા. અને વચેટિયો જિતેન્દ્ર નિલમબાગ સર્કલ પાસે રૂ ૫૦ હજાર સ્વીકાતા રંગેહાથ એસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાયો હતો.વચેટિયા હાલ જેલમાં છે.તેવામાં એસીબીએ હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવતને ત્રણ માસ બાદ ઝડપી લીધો હતો.એસીબીએ સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.