Get The App

મહિલાને લગ્નની લાલચ આપીને સસ્પેન્ડેડ જીઆરડી જવાને દુષ્કર્મ ગુજાર્યું

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
મહિલાને લગ્નની લાલચ આપીને સસ્પેન્ડેડ જીઆરડી જવાને દુષ્કર્મ ગુજાર્યું 1 - image


મહિલાના ફોટા તેના પિતાને મોકલ્યા હતા

ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધોતપાસના અંતે આરોપી જેલહવાલે

રાજકોટ :  શહેરમાં રહેતી ૩પ વર્ષની છુટાછેડા લીધેલી મહિલાને લગ્નની લાલચ આપી અવાર-નવાર તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાની સસ્પેન્ડેડ જીઆરડી જવાન આશિષ અનંતરાય રાવલ (ઉ.વ.૪૦, રહે. મેરીગોલ્ડ સોસાયટી, જામનગર રોડ) વિરૃધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અટકાયત કરી તપાસના અંતે જેલહવાલે કર્યો હતો.

ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ર૦૧પમાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. બે સંતાન છે. દોઢેક વર્ષ પહેલાં આરોપીના પરિચયમાં આવી હતી. ત્યારે આરોપીએ પોતે એસઓજીમાં હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસોમાં જ આરોપી સાથે ગાઢ પરિચય થઈ ગયો હતો. તે વખતે આરોપીએ કહ્યું હતું કે તેણે પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે અને હવે લગ્ન કરવા માગે છે.

આ રીતે તેને લગ્નની લાલચ આપી તેના ઘરે અને અલગ-અલગ હોટલોમાં દૂષ્કર્મ ગુજાર્યું હતું. જે દરમિયાન તેના ફોટો અને વીડિયો પણ લઈ લીધા હતા. આખરે તેને આરોપી પત્ની સાથે જ રહેતો હોવાની જાણ થતાં સંબંધ તોડી નાખવાનું નકકી કર્યું હતું. પરંતુ આરોપીએ સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેના પિતાને વોટસએપમાં તેના ફોટા પણ મોકલી દીધા હતા.

આરોપીએ તેને સમાધાન કરવાના બહાને લીમડા ચોકમાં બોલાવી, ઝઘડો કરી, મારકૂટ પણ કરતાં આખરે તેના વિરૃધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દૂષ્કર્મ અને ઈર્ન્ફોમેશન ટેકનોલોજી એકટની કલમો હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News