Get The App

ચારિત્ર્યની શંકા રાખી પરપ્રાંતીય મજુરે ગળે ટુંપો દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

Updated: Oct 5th, 2022


Google News
Google News
ચારિત્ર્યની શંકા રાખી પરપ્રાંતીય મજુરે ગળે ટુંપો દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી 1 - image


જેતપુરમાં ડાઈંગ ફિનિશિંગ કારખાનામાં કામ કરતા હત્યાના આરોપી પતિ બિહાર ભાગી જાય એ પહેલા  પોલીસે ઝડપી લીધો

જેતપુર, : જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા  પરપ્રાંતીય મજુર શખ્સે તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને ગળું દબાવીને હત્યા કરી કર્યા બાદ નાસી છુટતા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ જેતપુરનાં રબારીકા રોડ ઉપર આવેલ મહાદેવ ફિનિસિંગ કારખાનાં માં કામ કરતા સત્યેન્દ્રકુમાર સીતારામ રામધની (બિહાર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના  કુટુંબી કાકાની દીકરી મનીષા ત્રીલોકીરામ ચમાર ઉ.વ ૧૯  અને પતિ ત્રીલોકીરામ છોટુરામ ચમાર રહે. શબાજપુર , ધાના- મોહનીયા ,કૈમુર ભભુઆ , વાળા સાથે છ એક મહિનાથી કામ કરે છે જેમા ત્રીલોકીરામ કારખાનામાં કામ કરે છે તથા તેની પત્ની મનીષાકુમારી કારખાનામાં કામ કરતા મંજુરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી .ે તેમને સંતાન નથી ,ે છેલ્લા ઘણા સમયથી આ ત્રીલોકીરામ તેની પત્ની મનીષા પર ચારીર્ત્ય બાબતે શંકા કરી મારકુટ કરતો હતો ,જે બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હતી ે આ બાબતે અનેક વાર ત્રીલોકીરામને સમજાવેલ હતો . 

ગઈ કાલે કારખાનામાં કામ કરેલ બાદ રાત્રીના તથા મારી સાથે કામ કરતા મજુરો જેતપુર ગામમાં ગરબી જોવા માટે ગયેલ હતા ત્યારેત્રીલોકીરામેની પત્ની મનીષા તથા તેની સાથે રસોઈ કામ કરતી ઇંદુબેન ગરબો જોવા માટે ગયેલ હતા અને રાત્રીના અગીયારેક વાગ્યા ની આસપાસ અમે પરત કારખાને આવતા ત્યાં જમવાનુ તૈયાર પડેલ હતુ જેથી બધાએે જમી લીધેલ એ પછી બધા મજુર કારખાનામાં સુઇ ગયેલ હતા.અને સવારે સાડા છ એક વાગ્યે કારખાનામાં રસોઇનુ કામ કરતા ઇદુબેન ે અરવીંદ જે પણ બીહારના છે તે  ત્યાં આવેલ અને ે  વાત કરેલ કે ત્રીલોકીરામની ઓરડી બહારથી બંધ હતી .જેથી રસોઇ કરવા માટે ઓરડી ખોલી જોતા ત્રીલોકીરામની પત્ની મનીષા એકલી પડેલ હતી. અમો બધા આ ત્રીલોકરામની ઓરડીએ ગયેલ અને જોયેલ તો મારી કુટુંબી બહેન મનીષાકુમારી નીચે તેની પથારીમાં પડેલ હતી .ે તેને જગાડતા જાગેલ નહી .

આ વાતની જાણ કારખાનાના માલીક ચીરાગભાઈ જમનભાઇ શીંગાળાને કરેલ અને તેઓએ સમગ્ર ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી . તે દરમિયાન હત્યારા ત્રીલોકીરામની આજુબાજુમાં તપાસ કરતા ક્યાય મળેલ નહી . થોડી વારમાં આ ત્રીલોકીરામે  ફોન કરી કહેલ કે મે જ મનીષાનુ ગળુ દબાવી દીધેલ છે . તમારે જે કરવુ હોય તે કરો મારે હવે તેનું મોઢું પણ જોવુ નથી. તેમ કહી ફોન મુકી દીધેલ હતો.આ બનાવ બાદ કારખાનાના સી.સી. ટી.વી. જોતા આ મનીષાનો પતિ ત્રીલોકીરામ રાત્રીના આશરે સવા બે વાગ્યાની આસપાસ તેની ઓરડીએથી ભાગી ગયેલનું જોવા મળેલ હતુ . આ બનાવ બાદ કારખાનાના માલિક આવી ગયેલ અને મનીષાકુમારીને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ડોક્ટરે ગળુ દબાવીને મૃત્યુ પામેલ હોવાનું  જણાવેલ હતું.આ પછી જેતપુર પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી તેમના વતન જવાની ફિરાકમાં હોય ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Rajkotmigrant-laborerMurder

Google News
Google News