VIDEO : 'હોડી પલટી અને બધા નીચે ચાલ્યા ગયા, પછી મેં...', વડોદરા હોડી દુર્ઘટનામાં બચેલા બાળકે જુઓ શું કહ્યું...
Vadodara Boat Accident : વડોદરામાં ગુરુવારે ખુબ જ કરૂણ ઘટના બની છે. જ્યાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. જેના પર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. જે દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આઠ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે જ્યારે ત્રણથી ચાર લોકો હજુ પણ ગુમ છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે તેની માહિતી આપી છે.
આ હોડી દુર્ઘટનામાં બચેલા એક વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા કર્મીઓ સાથે વાતચીત દરમિયાન વિદ્યાર્થી કહી રહ્યો છે કે, 'હોડી પલટીને બધા નીચે ચાલ્યા ગયા અને હું એકલો જ હતો. ઉપર આવીને મેં હોડી પકડી લીધી, પછી હોડીની ઉપર આવી ગયો અને પાઈપ પકડી લીધી.'
અત્રે ઉલ્લેખનીય છે કે, હોડી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.