Get The App

સુરેન્દ્રનગર મનપા દ્વારા હોર્ક્સ ઝોનમાં ઝડપથી જગ્યા ફાળવવા માંગ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
સુરેન્દ્રનગર મનપા દ્વારા હોર્ક્સ ઝોનમાં ઝડપથી જગ્યા ફાળવવા માંગ 1 - image


- 800 થી વધુ લારીધારકો-પાથરણાવાળાઓએ ફોર્મ ભર્યા

- 10 દિવસથી વધુ સમયથી લારીધારકોને હટાવ્યા બાદ ધંધો બંધ રહેતા આર્થિક મુશ્કેલી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના મેઈન રોડ, બજાર વિસ્તારમાંથી લારીધારકો, છુટક પાથરણાવાળાઓને મનપા દ્વારા હટાવવામાં આવ્યા છે અને ટાગોર બાગ પાછળ હોર્ક્સ ઝોન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણ દિવસથી લારીધારકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ફોર્મ ભર્યા બાદ તંત્ર દ્વારા ઝડપથી પ્રક્રિયા હાથધરી લારીધારકોને જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

સુરેન્દ્રનગર મનપાની ટીમે થોડા દિવસ પહેલા શહેરના ટાવર ચોકથી મેઈન રોડ પર, ટાંકી ચોકથી જવાહરચોક તેમજ બજારવિસ્તારમાં ઉભા રહેતા લારીધારકો, પાથરણાવાળાને ધંધાર્થીઓને હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધંધો કરતા અંદાજે ૫૦૦થી વધુ લારીધારકોનો ધંધો છેલ્લા ૧૦ દિવસ કરતા પણ વધુ સમયથી બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે. બીજી બાજુ મનપા દ્વારા લારીધારકો માટે શહેરના ટાગોર બાગ પાછળ આવેલ જગ્યામાં હોર્ક્સ ઝોન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જગ્યા માટે છેલ્લા ત્રણ દિવસથી મનપા કચેરી ખાતે લારીધારકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ત્રણ દિવસ દરમ્યાન કુલ અંદાજે ૮૦૦થી વધુ લારીધારકો અને છુટક ધંધાર્થીઓ દ્વારા હોર્ક્સ ઝોનમાં જગ્યા મેળવવા માટે ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે મનપા તંત્ર દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લારીધારકોને નવી અને કાયમી સુવિધા સાથેની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News