VIDEO: 335 કિ.ગ્રા.ના ‘હરક્યુલસ પિલર્સ’ને સૌથી લાંબા સમય સુધી પકડી રાખી સુરતના યુવકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Guiness World Record : ગુજરાતના સુરતના વિસ્પી ખરાડી નામના યુવકે 335 કિ.ગ્રા વજન ધરાવતા ‘હરક્યુલસ પિલર્સ’ને 2 મિનિટ 10.75 સેકન્ડ સુધી પકડી રાખીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પિલર્સ 123 ઇંચ લાંબા અને 166.7 અને 168.9 કિ.ગ્રા. વજન ધરાવે છે. નોંધનીય છે કે, વિસ્પી ખરાડી એક મલ્ટીપલ બ્લેક બેલ્ટ ધારક અને ક્રાવ માગા કોમ્બેટ ટેક્નિકનો સ્પેશિયાલિસ્ટ છે. વિસ્પી ફિટનેસ એક્સપર્ટ, ન્યૂટ્રિશિયનિસ્ટ અને અભિનેતા તેમજ મોડલ તરીકેની કામગીરી કરે છે અને અગાઉ પણ 15 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે.
'સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા'ની ઉપાધીથી સમ્માનિત
વિસ્પી ખરાડીના આ અદભૂત પ્રદર્શન બાદ તેમને 'સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા'ની ઉપાધીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જે તેમના 15 ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમની અદ્ભુત સિદ્ધિને સત્તાવાર રીતે માન્યતા આપી અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
ઈલોન મસ્કે ખેરાડીનો વીડિયો શેર કર્યો
ખરાડીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'ઈલોન મસ્કે મારા પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો. જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પોણ પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો.' ખરાડીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, 'આ વાસ્તમાં એક આશ્ચર્યની વાત છે. ઈલોન મસ્કે મારો વીડિયો શેર કર્યો. મને ઘણી ખુશીનો અહેસાસ થયો. મને ગર્વ છે કે, એક ભારતીયની તાકાતના ક્ષેત્રમાં દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.'
આ પણ વાંચો: સુરતમાં કારની ટક્કરથી લોખંડનો દરવાજો બાળકી પર પડ્યો, માસૂમનું ઘટનાસ્થળે જ મોત
કોણ છે ખરાડી?
વિસ્પી ખેરાડી એક મલ્ટીપલ બ્લેક બેલ્ટ ધારક અને ક્રાવ માગા સ્પેશિયાલિસ્ટ છે. તેમને અમેરિકાની ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સાયન્સ એકેડમીમાંથી સ્પોર્ટ્સ ન્યૂટ્રિશિયનિસ્ટનું સર્ટિફેકેટ ધરાવે છે. ખરાડી સ્ટંટ કોરિયોગ્રાફર, અભિનેતા અને મોડેલ તરીકે પણ કામ કરે છે. ખરાડી એક માર્શલ આર્ટિસ્ટ તરીકે સરહદ સુરક્ષા દળ (BSF) અને અન્ય સુરક્ષા દળને સશસ્ત્ર અને નિઃશસ્ત્ર લડાઇ (KRAV MAGA) અને માર્શલ આર્ટના અન્ય પાસાઓમાં તાલીમ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તે દેશભરમાં મહિલાઓ માટે આત્મરક્ષા માટે તાલીમ શિબિરોનું પણ આયોજન કરે છે.