Get The App

સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું ઝપડાયું, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું ઝપડાયું, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ 1 - image


Saroli Police, Surat : સુરતમાં સારોલી પોલીસની ટીમે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં અમુક શખસો સોનું લઈ જઈ રહ્યાં છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે શંકાસ્પદ કારને ઊભી રાખવામાં આવી હતી. જેમાં તપાસ કરતા કાચા સોનાના નાના-મોટા ટુકડા, ભૂકો અને બિસ્કીટ થઈને કુલ 14 કિલોગ્રામ 700 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સારોલી પોલીસે 8.57 કરોડ રૂપિયાનું સોનું સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બે શખસોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.

સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું ઝપડાયું, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ 2 - image

આશરે 15 કિલોગ્રામ સોનું ઝપડાયું

મળતી માહિતી મુજબ, સુરતમાં સારોલી પોલીસની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક શંકાસ્પદ કારમાં ચેકિંગ કર્યું. પોલીસે કારચાલક સહિતના બંને શખસોમાં હિરેન ભરતભાઈ ભટ્ટી અને મગન ધનજીભાઈ ધામેલીયાને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. જેમાં સોનું અંગે કોઈ પૂરાવા ન મળતા પોલીસે સોનાના નાના-મોટા ટુકડા અને બિસ્કીટ મળીને કુલ 8.57 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. 

સુરતમાં 8 કરોડથી વધુની કિંમતનું સોનું ઝપડાયું, સારોલી પોલીસે બે શખસોની કરી ધરપકડ 3 - image

આ પણ વાંચો: હદ થઈ ગઈ: સુરત પાલિકાના ડ્રેનેજના કોન્ટ્રાક્ટરે ઘર દીઠ રૂ. 3500 ઉઘરાવ્યા

પોલીસના જણાવ્યાં મુજબ, કારમાં સવાર બંને શખસોના પેન્ટ-શર્ટમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી હતી. જેમાંથી સોનાના 8 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે કુલ 14 કિલો 700 ગ્રામ વજનનું સોનું સહિત બે મોબાઈલ ફોન અને કાર થઈને કુલ 8.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News