સુરતના 48.23 લાખ મતદારો સુરત, બારડોલી અને નવસારી બેઠકના ઉમેદવારોનું ભાવી ઘડશે
સુરત લોકસભાની સાતમી મેના રોજ ચૂંટણી
- ચૂંટણી જાહેર થતા સુરત શહેર અને જિલ્લામાંથી બેનરો, હોર્ડિંગ્સ ઉતારવાના શરૃ : આજથી 117 ફલાઇંગ સ્કવોડની ટીમ કાર્યરત
- સુરત લોકસભા બેઠકમાં આવતા સાત વિધાનસભા વિસ્તારમાં કુલ 18.08 લાખ મતદારો અને 1648 મતદાન મથકો
સુરત
સુરત
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી તંત્ર
ધમધમતુ થઇ ગયુ છે. સુરત શહેરમાં કુલ ત્રણ લોકસભા મતવિસ્તાર સુરત, બારડોલી અને નવસારીનો સમાવેશ
થતો હોવાથી કુલ ૪૮.૨૩ લાખ મતદારો અને ૪૫૩૦ મતદાન મથકો નોંધાયા છે. જેમાં સુરત લોકસભા
બેઠક પર સાત વિધાનસભાના ૧૮.૦૮ લાખ મતદારો અને ૧૬૪૮ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
આગામી સાતમી મે ના રોજ સુરત, નવસારી, બારડોલી લોકસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઇને આજથી જ આચારસંહિતાનો અમલ શરૃ થતા પ્રથમ દિવસથી જ સુરત શહેર અને જિલ્લામાં ૧૧૭ ફલાઇગ સ્કવોડ, આચારસંહિતાના ભંગની ૨૬ ટીમ કાર્યરત થઇ ગઇ છે. સાથે જ ચૂંટણી કંટ્રોલરૃમ પણ શરૃ કરી દેવાયો છે. આચારસંહિતાનો અમલ શરૃ થાય તે પહેલા જ સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ ઉતારી લેવા માટે, તાલીમ, ઇવીએમની ચકાસણી, સ્ટોરેજ, વાહન વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર, બેલેટ પેપર, સ્ટાફ, મતદારો સહિતની અન્ય ચૂંટણી લક્ષી કામગીરી બાબતે વિસ્ત ચર્ચા કરાઇ હતી. ત્યારબાદ ચૂંટણી જાહેર થતા જ સુરત શહેર અને જિલ્લામાં જેટલા પણ બેનરો લગાવાયા છે. તે તમામ દૂર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૃ કરી દેવાઇ છે.
આ ચૂંટણીમાં સુરત શહેરમાં ત્રણ લોકસભા સમાવિષ્ટ હોવાથી કુલ ૪૮.૨૩ લાખ મતદારો અને ૪૫૩૦ મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા ગોઠવાઇ છે. સુરત શહેરમાં કુલ સાત લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૧૮.૦૮ લાખ મતદારો અને ૧૬૪૮ મતદાન મથકો છે.
ત્રણ લોકસભા બેઠકના મતદારો અને મતદાનની સંખ્યા
મતદારો ૧૮,૦૮,૩૫૧ ૧૪,૫૩,૨૫૦ ૧૫,૬૧,૫૬૨ ૪૮,૨૩,૧૬૩
મતદાનમથક ૧૬૪૮ ૧૨૯૭ ૧૫૮૫ ૪૫૩૦
કેટલો સ્ટાફ ફરજ બજાવશે
મોડલ મતદાન મથકો ૧૨૯
ફલાઇગ
સ્કવોડની સંખ્યા ૧૧૭
સ્ટેટીક
સર્વલન્સ ટીમની સંખ્યા ૧૪૧
આચાર
સંહિતાની ટીમ ૨૬
વિડીયો
સર્વેલન્સટીમ ૪૪
ઇવીએમ
બેલેટ યુનિટ ૫૬૫૪
કંટ્રોલ
યુનિટ ૫૬૫૪
મતદાન સ્ટાફ ૨૭૦૪૪
ઉપયોગમાં લેવાનાર વાહનની સંખ્યા ૧૭૨૮