Get The App

રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા સુરતના યુવકના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર, હિબકે ચડ્યું ઉમરા ગામ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા સુરતના યુવકના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર, હિબકે ચડ્યું ઉમરા ગામ 1 - image


Surat News: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકીયાએ જીવ ગુમાવ્યો હતો.  યુક્રેનના મિસાઈલ હુમલામાં જીવ ગુમાવ્યાના 25 દિવસ બાદ હેમિલનો પાર્થિવ દેહ 16મી માર્ચે સુરત પહોંચ્યો હતો. હેમિલના મૃત્યુના 26માં દિવસે આજે (રવિવાર)  વહેલી​​​ સવારે મૃતદેહ ઉમરા ગામે પહોંચ્યો હતો અને ભારે હૈયે અંતિમયાત્રા નીકળી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા સુરતના યુવકના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર, હિબકે ચડ્યું ઉમરા ગામ 2 - image

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા

યુક્રેનના મિસાઇલ હુમલામાં સુરતના વેલંજા નજીકના ઉમરા ગામના મૃત્યુ પામેલા 23 વર્ષીય હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે શનિવારે બપોરે સુરત પહોંચયો હતો. ત્યારબાદ ત્યાંથી સ્મીમેર લઈ જવામાં આવ્યો છે. મૃતદેહની મેડિકલ પ્રોસિજર કર્યા બાદ રવિવાર અંતિમયાત્રા નીકળી હતી. પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને કામરેજના કઠોર ગામે આવેલ કૈલાશ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.

યુવાન નોકરી માટે રશિયા ગયો હતો 

એજન્ટ મારફતે સિક્યોરિટી હેલ્પર રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન મંગુકિયાનું મોત નીપજ્યું હતું. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો રોજગારી માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ મંગુકિયા પણ સામેલ હતો. જો કે, યુક્રેનના મિસાઇલ હુમલામાં 23 વર્ષીય હેમિલ માંગુકીયાનું મોત થયું હતું.

યુવાનોને યુક્રેન સામે લડવા મજબૂર કરાયા

રશિયામાં કેટલાક ભારતીયોને 'હેલ્પર' તરીકે કામ કરવા માટે રખાયા હતા, પરંતુ બાદમાં તેમને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરાય છે. રશિયામાં ફસાયેલા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. આ લોકોના હાથમાં પણ પરાણે બંદૂક પકડાવી દેવાઈ છે. નોંધનીય છે કે, આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,'ભારતીય દૂતાવાસ રશિયામાં ફસાયેલા નાગરિકોની વહેલી તકે છોડાવશે. આ માટે રશિયા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં 'હેલ્પર' તરીકે કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.'

રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા સુરતના યુવકના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર, હિબકે ચડ્યું ઉમરા ગામ 3 - image



Google NewsGoogle News