Get The App

સુરતમાં નજીવી બાબતે યુવાને માતા-પિતા, પત્ની-પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્ની-પુત્રનું મોત

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સુરતમાં નજીવી બાબતે યુવાને માતા-પિતા, પત્ની-પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્ની-પુત્રનું મોત 1 - image


સુરતના સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં આજે સવારે સ્મિત લાભુભાઈ ગોયાણી નામના યુવાને ખૂની ખેલ ખેલ્યો. સ્મિતે તેના માતા-પિતા, પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા બાદ પોતાના ગળા અને હાથ પર પણ ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટનામાં  યુવાનની પત્ની અને પુત્રનું મોત નીપજ્યું હતું. જયારે યુવાન સ્મિત લાભુભાઈ ગોયાણીના માતા-પિતાની હાલત ગંભીર છે.

 'હું એકલો થઈ ગયો મારુ કોઈ નથી'

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને સુરતમાં સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત લાભુભાઈ ગોયાણીએ આજે સવારે અલગ રૂમમાં સુતેલી પત્ની અને પુત્ર તેમજ માતા-પિતા ઉપર ઘરના રસોડામાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરી બાદમાં 'હું એકલો થઈ ગયો મારુ કોઈ નથી' તેમ કહી પોતાના ગળા ઉપર અને હાથ ઉપર પણ ચપ્પુ ફેરવ્યું હતું. બનાવની જાણ થતા એકત્ર થયેલા લોકોએ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં ડોક્ટરોએ સ્મિતની પત્ની અને પુત્રને મૃત જાહેર કર્યા હતા. જયારે સ્મિત અને તેના માતા-પિતાની હાલત ગંભીર  બતાવાઈ છે.

ગળે ન ઉતરે તેવું હત્યાનું કારણ

બનાવની જાણ થતા દોડી ગયેલી સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્મિતના મોટા પપ્પાનું સાત દિવસ અગાઉ અવસાન થયું હતું અને પરિવાર ત્યાં બેસવા ગયો હતો. ત્યાં તેના પિતરાઈ ભાઈએ મનદુઃખને લીધે હવે નહીં આવવા કહેતા સ્મિતને લાગી આવ્યું હતું જેથી આજે સવારે તેણે પરિવાર ઉપર જીવલેણ હુમલો કરી પોતાની જાતને પણ ચપ્પાના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


Google NewsGoogle News