સુરતના યુવકની અનોખી 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણી : માતા-પત્નીને સુરક્ષા માટે ગિફ્ટમાં હેલ્મેટ આપી રોડ સેફ્ટીનો સંદેશ આપ્યો
Surat Valentine Day Celebration : 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન દિવસ. આ દિવસે વ્યક્તિ પોતાના મનપસંદ વ્યક્તિને ગિફ્ટ આપી તેની ઉજવણી કરતા હોય છે. પરંતુ સુરતના એક યુવકે વેલેન્ટાઈન ડે ની એક અનોખી રીતે ઉજવણી કરી હતી, તેણે પોતાના બે પ્રિય પાત્ર પોતાના માતા અને પોતાની પત્નીને હેલ્મેટ ગિફ્ટમાં આપ્યા હતા. પોતાના જીવનમાં સોથી અમૂલ્ય અને પ્રિય પાત્રની સુરક્ષાની ધ્યાનમાં રાખીને જૈમિન ચોરાવાલાએ આ ગિફ્ટ આપી હતી.
સમગ્ર ગુજરાતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો અમલમાં આવી રહ્યો છે. તો તેના એક દિવસ પહેલા વેલેન્ટાઇન ડે પણ છે આ દિવસે વ્યક્તિ પોતાના મનપસંદ લોકોને સોના, ચાંદી, ડાયમંડ જેવી અમૂલ્ય ગિફ્ટ આપતા હોય છે, ત્યારે સુરતના એક યુવકે પોતાની માતા અને પત્નીને સૌથી મહત્વની ગિફ્ટ આપી છે. આ અંગે જૈમિન ચોરાવાલાએ કહ્યું કે મેં મારી માતા અને મારી પત્નીને હેલ્મેટ ગિફ્ટ આપી છે કારણકે ગુજરાત પોલીસે એક એવી ઝુંબેશ ચલાવી છે કે ટુ-વ્હીલર ચલાવનાર દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ એમ પણ સુરક્ષા માટે ખૂબ જ સારું છે. આજે વેલેન્ટાઈન ડે છે પ્રેમનો દિવસ છે અને આ દિવસે પોતાના મનપસંદ વ્યક્તિને માત્ર આર્થિક રીતે કે ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરી શકાય તેવુ નથી તેઓની સુરક્ષા પણ એટલી જરૂર છે. એ પણ મારા માટે પ્રેમ છે. અને તેઓને સુરક્ષાને ધ્યાનમાં રાખી શકાય તેઓને હેલ્મેટ ગિફ્ટ આપ્યા છે. અને તેનાથી હવે એક હશે પણ જાય તેમને હેલ્મેટ પહેરીને જવાનું છે અને એનાથી હું પણ ચિંતા મુક્ત બનીશ કેમ કે એમની સુરક્ષા માટે હેલ્મેટ છે. તેથી જ વેલેન્ટાઇન ડે પર મારા સૌથી અમૂલ્ય બે પ્રિય પાત્ર માતા અને પત્નીને હેલ્મેટ ગિફ્ટ આપ્યા છે અને દરેક લોકોએ આ રીતે પોતાના પ્રિય પાત્રને સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ.