Get The App

ભાજપના મહિલા નેતાએ અનેક કોર્પોરેટરો-નેતાઓના પૈસા ખંખેરી લીધા! પણ પક્ષની કોઈ કાર્યવાહી નહીં

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ભાજપના મહિલા નેતાએ અનેક કોર્પોરેટરો-નેતાઓના પૈસા ખંખેરી લીધા! પણ પક્ષની કોઈ કાર્યવાહી નહીં 1 - image


Gujarat BJP: એક સમયે શિસ્તબધ્ધ ગણાતી ભાજપમાં હવે શિસ્તના લીરેલીરા ઉડી રહ્યા છે. તેનું કારણ ભાજપમાં આડેધડ થયેલા ભરતી મેળા અને ખોટું કરનારા સામે કોઈ પગલાં નથી ભરાતા હોવાનું બહાર આવ્યું છે. પ્રજાના પ્રશ્નો સાથે અવાજ ઉઠાવનારા પ્રજાના પ્રતિનિધિઓને શિસ્તના નામે ચુપ કરી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓના પૈસા લઈ પાછા ન આપનારા તથા મ્યુનિસિપલ કોર્પોરેટરના અધિકારીઓને ધમકી આપનારા કોર્પોરેટરો અને નેતાઓ સામે કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. 

દર્શિની કોઠિયા સામે પોલીસ ફરિયાદ

સુરત ભાજપના મહિલા કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ દર્શિની કોઠિયા સામે પૈસા લઈને પાછા ન આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ત્રણ વર્ષ બાદ નોંધવામાં આવી છે. આ ખેલ લાંબા સમયથી ચાલતો હતો. પોતે કે સગાની બીમારી ઉપરાંત અન્ય કોઈ નામે આ મહિલા કોર્પોરેટરે લોકો પાસે મોટી રકમ ઉસેટી લીધી હોવાનો ગણગણાટ હાલ સાંભળવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક સાથી કોર્પેરેટરો પાસે પણ મોટી રકમ લીધી છે. એટલું જ નહી પરંતુ અન્ય પાસે વ્યાજે રકમ લઈ પરત કરવામાં આવી નથી, તેમાં પણ અનેક કોર્પોરેટરો ભેરવાયા છે. 

આ મહિલા કોર્પોરેટર અનેક લોકોને એક જ પેટર્નમાં મેસેજ કરે છે, મને અર્જન્ટ હેલ્પની જરૂર છે કરશો? બે લાખની જરૂર છે કરાવી શકશો? પોસીબલ છે ? આવા પ્રકારના મેસેજ બાદ અનેક લોકોને ખંખેરી લેવામાં આવ્યા છે. આ પૈસા લેવા માટે અનેકને ચેક કે કેટલાકને બાંહેધરી લખી આપવામાં આવી છે પરંતુ હજુ કોઈને પૈસા પરત મળ્યા નથી. એક પોલીસ ફરિયાદ થઈ છે ત્યાર બાદ અનેક લોકો બહાર આવે તેવી શક્યતા છે. આ બધુ જ ભાજપના નેતાઓને ખબર છે, પરંતુ હજુ કોઈ પગલાં નહીં ભરાતા હજી પણ લોકો પાસે પૈસા લેવામાં આવી રહ્યા છે.  

લોકો માટે પ્રશ્નો ઉઠાવનારને ચૂપ કરી દેવાય છે

આવી જ રીતે હાલમાં જ ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી અને તેમના પરિવારે મ્યુનિસિપલ કોર્પોરેટરના સ્ટાફ પર હુમલો કરીને ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન અટકાવ્યું હતુ. તેમની સામે મ્યુનિસિપલ કોર્પોરેટરના સ્ટાફે પોલીસમાં અરજી કરી છે. આવી ગંભીર ઘટના બાદ પણ આવા કોર્પોરેટરો સામે કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી તેઓ બેફામ બની રહ્યા છે. તો બીજી તરફ લોકો માટે પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્યો, સાંસદ અને કોર્પોરેટરોને શિસ્તના નામે ચૂપ કરી દેવામાં આવે છે, તેના કારણે ભાજપમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



Google NewsGoogle News