Get The App

ડીજે અને મોટા ભારે સાઉન્ડની બોલબાલા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ડીજે અને મોટા ભારે સાઉન્ડની બોલબાલા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ 1 - image


સુરત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રી નો માહોલ જામી રહ્યો છે લોકો જુદી જુદી રીતે માતાજીની ભક્તિ કરે છે. સુરતમાં હાલ ડીજે અને ઊંચા સાઉન્ડ ની બોલબાલા વચ્ચે કેટલીક જગ્યાએ પ્રાચીન ગરબાની પરંપરા જળવાયેલી જોવા મળી રહી છે. સુરતના છેવાડે આવેલા કોસાડ ગામમાં આજે પણ વડીલો માઈક પર ગરબા ગાઈ રહ્યાં છે અને અબાલ-વૃદ્ધ તમામ આ ગરબે ઘૂમી રહ્યાં છે. છેલ્લા 90 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ જગ્યાએ પરંપરાગત ગરબા થાય છે અને આ પરંપરા જાળવવા માટે વડિલો સાથે યંગસ્ટર્સ પણ મહેનત કરી રહ્યાં છે. 

સુરત સહિત દેશ અને દુનિયામાં નવરાત્રીની ધુમ મચી રહી છે હાલ નવરાત્રી દરમિયાન જુદા જુદા સ્થળોએ અલગ અલગ સ્ટાઈલ માં  લોકો ગરબે ધૂમી માતાજીની ભક્તિ કરી રહ્યાં છે. જોકે, મેટ્રો સીટી તરફ આગળ ધપી રહેલા સુરતના છેવાડાના વિસ્તારમાં આવેલા કોસાડ ગામ મોટી ફળી વિસ્તારમાં આજે પણ પરંપરાગત ગરબા નુ અસ્તિત્વ જોવા મળી રહ્યું છે.  મોટી ફળી માં છેલ્લા 90 વર્ષ કરતાં વધુ સમયથી પરંપરાગત ગરબા ચાલી રહ્યાં છે તેને જાળવી રાખવાનું કામ મોટી ફળી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. 

મોટી ફળી યુવક મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન અન્ય સોસાયટીઓ કરતાં કંઈક અલગ તરી આવે છે. આ ફળિયાના વડીલો  આજે પણ લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે. અહીં આજના સમયમાં પણ ઓરકેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમ નો ઉપયોગ કરવામા આવતો નથી તેમ છતાં પણ બે તાળી થી માંડીને પાંચ તાળી સુધીના ગરબા પર ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. નવ દાયકાથી મોઢેથી માઈક પર ગરબા ગાવાની પરંપરા આજે પણ ગામના વડીલ એવા કમુબેન પટેલ, ચંપાબેન, નિતાબેન, વર્ષાબેન, ઉર્મિલાબેન સહિતના વડ઼િલો માઈક પર ગરબા ગાઈ રહ્યાં છે એકાદ કલાક સુધી ગરબા આ વડીલો માઈક પર ગવડાવે છે અને કેટલાક લોકો તેને ઝીલે છે અને ફળિયાના લોકો ગરબે ઘૂમી રહ્યાં છે. સુરત કોસાડ મોટી ફળી ની જેમ શહેરના કેટલાક વિસ્તારોમાં આવી રીતે ગરબા રમવામા આવે છે તે આજના યંગસ્ટર્સ માટે આશ્ચર્ય નો વિષય છે. આ રીતે ગરબા રમાડવામાં આવે છે તેમાં ખેલૈયાઓની તાળીઓનો નાદ પણ વાતાવરણમાં અનોખો જોશ પેદા કરે છે 

કોસાડ ગામમાં એક કલાક વડીલો માઈક પર ગરબા ગાઈને રમાડે છે અને ત્યાર બાદ યંગસ્ટર્સને પણ આનંદ મળે તે માટે બાકીના સમયમાં દોઢીયા અને દાડિયા જેવા સ્ટે પર પર ગરબા રમાડવામાં આવે છે. જેના  કારણે ગરબાની પરંપરા પણ જળવાયેલી રહે છે અને યંગસ્ટર્સને પણ આધુનિક ગરબાનો આનંદ મળી રહે છે. 

મોઢેથી ગરબા ગાવા માટે નવી પેઢી પણ તૈયાર થઈ રહી છે

સુરતના કોસાડ ગામે 90 વર્ષ કરતાં વધુ સમયથી મોઢેથી ગવાતા ગરબા ગરબા ની પરંપરા અખંડ જોવા મળી રહી છે. આ પરંપરાને આગળ વધારવાનું કામ ગામના વડીલો સાથે સાથે આજની નવી પેઢી પણ કરી રહી છે. ડીજે અને મોટા ભારે સાઉન્ડ ની બોલબાલા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ જોવા મળે છે અને  હવે નવી પેઢી પણ આ પરંપરા માટે તૈયાર થઈ રહી છે. 

આ ફળીમાં શરૂઆતનો એકાદ કલાકમાં દસેક ગરબા વડીલો માઈક પ ગવડાવે છે. આ આ ગરબામાં ન કોઈ મ્યુઝિક સિસ્ટમ નો ઉપયોગ કરવામા આવતો નથી પણ વધુ લોકો હોવાથી તેમના સુધી અવાજ પહોંચે તે માટે માઈકનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આજના આધુનિક યુગમાં પ્રાચીન ગરબાનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ રહ્યું છે અહી   માતાજીની ભક્તિના સ્વરૂપે ગરબા ગાતા હોય છે ગામના વડીલો કોઈપણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે હવે આ પરંપરાને આગળ વધારવાના કામમાં આજની પેઢી પણ જોડાઈ રહી છે. વડીલો માઈક પર ગરબા ગવડાવે છે તેની સાથે હવે નવી પેઢી પણ તૈયાર થાય તે માટે અલ્પા પટેલ, ધ્વની પટેલ અને અમિત પટેલ જેવી નવી પેઢી પણ તૈયાર થઈ રહી છે. આ લોકો વડીલો સાથે હાલમાં ગરબા ઝીલે છે અને કોઈ ગરબા ગાઈ પણ રહ્યાં છે. માઈક પર મ્યુઝિક વિના ગરબા ગાવાની પરંપરા આગળ વધારવા માટે આ પેઢી તૈયાર થઈ રહી છે અને આગામી દિવસમાં નવી પેઢી પણ આ પરંપરા આગળ વધારે તે માટેના પ્રયાસ થઈ રહ્યાં છે.


Google NewsGoogle News