Get The App

સુરત: આગામી 20 દિવસ એસ.વી.એન આઈ ટી સર્કલ થી પાલ ઉમરા બ્રિજ વચ્ચે ટ્રાફિક સમસ્યા રહેશે

- અઠવા ઝોન વિસ્તારમાં પાણી વિતરણ માટેની લાઈનની કામગીરી શરૂ થવાની હોવાથી

- પાલ ઉમરા બ્રીજથી વેલેન્ટાઈન સિનેમા સુધી અને રઘુરામજી સર્કલથી અંબિકાનીકેતન ગેઈટ સુધી પાણીની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામા આવશે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
સુરત: આગામી 20 દિવસ એસ.વી.એન આઈ ટી સર્કલ થી પાલ ઉમરા બ્રિજ વચ્ચે ટ્રાફિક સમસ્યા રહેશે 1 - image


Image Source: Freepik

સુરત, તા. 03 માર્ચ 2024, રવિવાર

સુરત પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં પાણીની લાઈન અપગ્રેડેશન કરવાની હોવાથી કેટલાક વિસ્તારમાં ખોદાણ કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને પગલે આગામી 24 માર્ચ સુધી એસ.વી.એન આઈ ટી સર્કલ થી પાલ ઉમરા બ્રિજ વચ્ચેનો એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેના કારણે આ દિવસો દરમિયાન  ટ્રાફિક સમસ્યા રહેશે.

સુરત પાલિકાના હદ વિસ્તરણ થયું હોવાથી વિસ્તાર અને વસ્તી વધતાં પાલિકા તંત્ર આ વિસ્તારમાં પાણીની લાઈન સહિત પ્રાથમિક સુવિધા  ઉભી કરવાની કામગીરી કરી રહી છે. આવી આ કામગીરીના ભાગરૂપે  ઝોન વિસ્તારમાં પાલ ઉમરા બ્રીજથી વેલેન્ટાઈન સિનેમા સુધી 1829 મી.મી. વ્યાસની અને રઘુરામજી સર્કલથી અંબિકાનીકેતન ગેઈટ સુધી 914મી 914મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમીશન લાઈન (પેકેજ-૩) નાંખવાની કામગીરી અંતર્ગત ઈચ્છાનાથ સર્કલથી પાલ-ઉમરા બ્રીજ તરફ જતા એસ.કે. પાર્ક જંક્શનથી પાલ-ઉમરા બ્રિજ સુધી એક તરફ (એસ.કે. પાર્ક તરફે) 1829મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રાન્સમિશન નળીકા નાખવાની  અગત્યની કામગીરી હાથ ધરવામાં આવશે. 

આ કામગીરી આગામી 24 માર્ચ સુધી ચાલશે તેના કારણે આ કામગીરી દરમિયાન ઈચ્છાનાથ સર્કલથી પાલ-ઉમરા બ્રિજ તરફ જતા એસ.કે. પાર્ક જંક્શનથી પાલ-ઉમરા બ્રિજ સુધી એક તરફ (એસ.કે. પાર્ક તરફ)ના ભાગમાં કામગીરી થનાર હોય, બીજો લેન ખુલ્લો રહેનાર હોય, જે વાહનોની અવરજવર માટે ઉપયોગ કરી શકાશે. વધુમાં, આ રોડ પર તબક્કાવાર કામગીરી થનાર હોઈ, સદર રસ્તાના ભાગ પર કામગીરી પૂરી થશે તેમ તેમ તેટલા ભાગનો રસ્તો નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે તબક્કાવાર રીતે ખુલ્લા કરવામાં આવશે. આ કામગીરીના કારણે આ વિસ્તારમાં આગામી 24 માર્ચ સુધી ટ્રાફિક સમસ્યા રહેશે.



Google NewsGoogle News