Get The App

જામનગરની ફિઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થીની એકાએક લાપત્તા બની જતાં દોડધામ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
જામનગરની ફિઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થીની એકાએક લાપત્તા બની જતાં દોડધામ 1 - image


Jamnagar : જામનગરની ફિઝિયો થેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલના બ્લોક નંબર 421 માં રહીને અભ્યાસ કરતી મૂળ સુરત-કતારગામની વિદ્યાર્થીની જેન્શીબેન રજનીભાઈ ગજેરા (ઉંમર વર્ષ 18), કે જે ફિઝિયોથેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાંથી એકાએક લાપતા બની ગઈ છે.

 ગર્લ્સ હોસ્ટેલના સંચાલકો તેમજ તેણીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ વગેરે દ્વારા અનેક સ્થળે તેણીની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. અને તેણીનો મોબાઇલફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો છે.

 તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. આ બનાવ અંગે ગુમ થનાર વિદ્યાર્થીનીના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.


Google NewsGoogle News